સબરસ પદ્ય હરીફાઈ 12/11/10
૧૨ મી ડિસેમ્બર – સબરસગુજરાતીની પ્રથમ વર્ષગાંઠ છે અને તેની ખુશાલીમાં સબરસગુજરાતી જાહેર કરે છે સબરસ પદ્ય હરીફાઈ. પ્રિય, મિત્રો આપ સર્વેને હર્ષપૂર્વક જણાવવાનું કે સબરસગુજરાતીની સાઈટ પર યોજી રહ્યા ...
૧૨ મી ડિસેમ્બર – સબરસગુજરાતીની પ્રથમ વર્ષગાંઠ છે અને તેની ખુશાલીમાં સબરસગુજરાતી જાહેર કરે છે સબરસ પદ્ય હરીફાઈ.
પ્રિય, મિત્રો આપ સર્વેને હર્ષપૂર્વક જણાવવાનું કે સબરસગુજરાતીની સાઈટ પર યોજી રહ્યા છીએ સબરસ પદ્ય સ્પર્ધા .. આપ સર્વેને આપના મિત્રો સહિત આ હરીફાઈમાં ભાગ લેવા આમંત્રણ છે. સ્પર્ધા ડિસેમ્બર મહિનાની ૧૨ તારીખથી જાન્યુઆરીની ૨૬ તારીખ સુધી રહેશે. સબરસ પદ્ય હરીફાઈ અંર્તગત આપ કાવ્યના કોઈ પણ પ્રકાર જેવા કે ( ગીત, ગઝલ, સોનેટ, છાંદસ, અછાંદસ ,હાઈકું ,મુકતક ) વગેરે મોકલી શકો છો. સ્પર્ધાનું પરીણામ માર્ચની ૪ તારીખે રજુ કરવામાં આવશે. પદ્ય સ્પર્ધા માટેના ઈનામો નીચે મુજબ છે.
પ્રથમ ઈનામ – ૫૦૦૦ , દ્વિતીય ઈનામ – ૨૦૦૦ , પ્રોત્સાહન ઈનામ – ત્રણ ( દરેકને રૂ. ૫૦૦ )
સબરસ પદ્ય સ્પર્ધાના નિયમો નીચે મુજબ છે.
* આપની રચના સ્વરચિત હોવી જરૂરી છે.
* સ્પર્ધા માટે મોકલેલ રચના અપ્રકાશિત હોવી જોઈએ.તેમજ પ્રકાશિત કરવા આપેલ ના હોવી જોઈએ.
* કાવ્ય માટે શબ્દોની કોઈ મર્યાદા નથી.
* તમો વધારેમાં વધારે તમારી બે રચના મોકલી શકો છો.
* રચના સામાજિક માળખાને અનુંરૂપ હોવી જરૂરી છે.
*રચનાને શિર્ષક આપવું જરૂરી છે.
* રચના લખ્યાની તારીખ તથા આપનું પોસ્ટલ એડ્રેસ, ઈમેલ એડ્રેસ (જો હોય તો) તથા ફોન નંબર લખવો જરૂરી છે.
*નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે અને તે બાબતે કોઈ પત્ર વ્યવ્હાર કરવામાં નહી આવે.
*તમામ રચનાઓને સબરસગુજરાતીની સાઈટ પર પ્રકાશિત કરવામાં આવશે.
*ઈનામી રચનાઓ 3 મહિના સુધી બીજે ક્યાંય પ્રકાશિત કરી નહી શકાય . જાણ થયેથી ઈનામ પરત માગવામાં આવશે.
*આપની રચનાઓ આપ ઈ-મે ઈલ દ્વારા અથવા પોસ્ટ દ્વારા મોકલી શકો છો. તે માટેના એડ્રેસ નીચે મુજબ છે.
by email-
harifai@sabrasgujarati.com
post@sabrasgujarati.com
kailaashok@gmail.com આ ત્રણેય પર મોકલશો.
કુરીયર દ્વારા——Ashok Kaila, Somanath Enterprise, Shreeji Complex, Opp. Lal Baug bus stop. Morbi-363642 , (Gujarat state).
પોસ્ટ દ્વારા –સબરસ ફાઉંડેશન, પોસ્ટબોક્ષ નં -83, મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસ. મોરબી – 363641
મોબાઈલ- 9825779718.
You can leave a response, or trackback from your own site.



28 Responses to this article
સબરસગુજરાતીના પ્રથમ જન્મદિન પર ખુબ ખુબ વધાઈ. નવા લેઆઉટ સાથેની સાઈટ જોઈને આનંદ. શરૂઆતથી જ સબરસ સાથે જોડાયેલી રહી છું અને એક માનસ સંતાનની જેમ તેના ઉછેરનો આનંદ માણ્યો છે.નવોદિતોને ખરા અર્થમાં પ્રોત્સાહન આપવા સાથે જરૂરી માર્ગદર્શન પણ વાંચકો ને અહીં મળી રહે છે.સબરસની આ સાઈટ હજી ઘણા નવા પરિમાણો પ્રાપ્ત કરે અને ઉત્ત્રરૌઉત્ત્રર પ્રગતિ કરતી રહે તેવી જ અભ્યર્થના.
વાર્તા હરિફાઈની સફળતા બાદ પધ્ય હરિફાઈ કાવ્ય રસિકોને ખુબ જ પસંદ આવશે તેવી આશા.
શ્રી અશોક કૈલા એ આ કાર્ય પોતાના શોખ અને ગુજરાતી સમાજ માટે કંઈ કરી શકવાની ખેવના સાથે શરૂ કર્યું છે. આ સાથે જ મારી જાણકારી મુજબ તેઓ સાહિત્ય સિવાયના સંગીત, પેંટિંગ જેવા બીજા ક્ષેત્રના કલાકારોને પણ પ્રોત્સાહન અને જરૂરી મદદ પુરી પાડતા રહ્યા છે. અને ખાસ તો તેઓ જે પણ કાંઈ કરી રહ્યા છે તેમા સાવ જ લો પ્રોફાઈલ રહ્યા છે.
આભાર..
સબરસ સંસ્થા ને જન્મદિવસ ના ખુબ ખુબ અભિનંદન…. અને પદ્ય સ્પર્ધા માટે આપને ખુબ ખુબ અભિનંદન…. આ વિશાળ કાર્ય માં અમારો કોઈ સહકાર જોઈએ તો અમે સદા તત્પર છીએ…..
આપનો વિશ્વાસુ ,
પ્રશાંત સોમાણી
અભિનંદન અને શુભેચ્છાસહ….
આપની ઝુંબેશ ને સફળતા મળશે જ…. અમારા યોગ્ય કામકાજ જણાવશો…ભરત
congratulations ashokbhai…
fully agree with kalyaniben…
આભાર…….
અશોકભાઈ,
થૉડા સમય પહેલા કલ્યાણીના સૂચનથી સબરસ સાથે પરિચય શરૂ થયો અને ત્યારથી એનો આનંદ મ્હાણ્યો.
અનેક કવિતાપ્રેમીઓનો ભાવ જાણવાનો સબરસ દ્વારા મને મોકો મળ્યો.
આ પ્રવૃત્તિથી નિજાનંદ અને જન-આનંદ વધતો રહે એવી શુભેચ્છા.
સરયૂ પરીખ
આભાર અને અમારે આપનો સાથ સહકાર હર હમેશ અપેક્ષિત છે.
‘સબરસ’ નામ પ્રમાણે રસની છોળો ઉછાળી અને સૌના હૃદયમાં વસી ગયો. અંતરથી ખૂબ ખૂબ
શુભેચ્છાઓ. આપનો આ ઉત્સાહ ‘સબરસ’ ને શુકનવંતો બનાવશે.
અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
આભાર, રમેશભાઇ….
ખૂબ ખૂબ ધન્યવાદ ! સબરસની ઉતરોત્તર પર્ગતિ માટે શુભેચ્છાઓ !
આભાર
નમસ્તે અશોકભાઈ,
સબરસની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભેચ્છા…
બસ,આજ રીતે લોકોને વાંચનમાં સબરસ.., સબરસ પૂરો પાડતો રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અભ્યર્થના સહ…
જય ગરવી ગુજરાત ! વાંચે ગુજરાત દિનરાત..
આભાર કૌશલ જી,
નમસ્તે
સબરસની પ્રથમ વર્ષગાંઠે દિલથી અભિનંદન !
પદ્યસ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ !
આભાર અને અમને આપના અમુલ્ય સલાહ અને સુચન ની અપેક્ષા છે. અશોક કૈલા
અશોકભાઇ…સાદર નમસ્કાર…. ગુજરાતી સાહીત્ય માટે આપ એક ઉમદા કાર્ય કરી રહ્યા છો….અને તેમા પણ કાવ્ય અને ગઝલ ક્ષેત્રે આપ નુ જે પ્રદાન છે… તેને હુ આવકારુ છુ….અમે પાલંનપુર ના શબ્દ સાધના પરિવારના સૌ સદસ્ય આપને દિલથી અભિનંદન આપીએ છીએ. સબરસની પ્રથમ વર્ષગાઠે અભિનંદન્
આભાર… આપના સલાહ-સુચન અમારા માટે એક અમુલ્ય પથ દર્શક બની રહેશે. અશોક
તદન નવા જ રંગ રુપમાં આ વેબ સાઇટ અને ઉતરોતર પ્રગતિ કરતુ સબરસ ! ખરેખર સરાહનીય છે આ પ્રગતિ ને તેનો યશ તમને જ આપવો ઘટે અશોકભાઈ. અભિનંદન !! ગુજરાતી સાહિત્યમા આવી ઘણી સાઈટ છે જે આ પ્રકારની હરીફાઈનુ આયોજન કરે છે પરંતુ સબરસ એ બધાથી કંઇક અલગ જ તરી આવે છે.
આ સંસ્થા થકિ અમારા જેવા નવોદિતોને જે પ્રોત્સાહન મળે છે એનો આનંદ તો અમે જ જાણીએ ! ઉતરોતર સબરસ નવા આયામો સર કરે તેવી અભ્યર્થના…!
ashokbhai,
nmskar.
aape mari varta ne sthan aapyu a bdl khub khub aabhar. hu aapni aa site thi tdn ajan hti, pn thoda smy phela sree prfulbhai trivedi ae jankari aapi, kharekhar khub mja aavi. aap utrotr prgti krta rho avi hardik subhech6a. kavy sprdha mate mara 2 svrchit,aprgt kavy aapne mokli rhi 6u je svikarso,aabhar. -vandita rajyaguru dave (dhoraji)
‘સબરસ’ ની ઓળખાણ અને અનુભવ એક ગર્વ છે દરેક ગુજરાતીઓ માટે ! જોઈએ એટલો સમય નથી આપી શકાતો પણ જયારે સમય મળે છે ત્યારે પ્રથમ ચોઈસ સબરસ ને જ મળે છે
દિવસે દિવસે નવી સ્પર્ધાઓ અને નવું સાહિત્ય લાવવા બદલ સબરસ ની પૂરી ટીમ ને ખુબ ખુબ ધન્યવાદ ! — અમિષા નાયર
આભાર અમિષા જી…. આપ નો પ્રતિભાવ અમારા માટે ઉત્સાહ પ્રેરક છે. અમારો પ્રયાસ રહેશે કે આપે અમારા પર મુકેલો વિશ્વાસ યથાર્થ ઠરે.
અશોક કૈલા
Dear Ashokbhai,
We all are waiting for the list of poems & poet name.
Regards,
Yogendu Joshi
આવતા અઠવાડિયે સાઇટ પર મુકવામાં આવશે.
Thank you sir.
DEAR ASHOKBHAI VIEWED THE SITE AND FOUND NICE ARTICLES POEMS AND SO MANY SHAHITYA THE INTERSTING ONE …..KEEP IT UP….MY CONGRATS TO YOU AND THE TEAM MATES…..U WILL RECEIVE MY SOME POEM VERY SOON…ALL THE BEST
CA J.V.RUPDA
શ્રી અશોકભાઈ,
અભિનંદન અને આભાર. આપ સ્તુત્ય કાર્ય કરી રહ્યા છો. નવોદિતોને પ્રેરણા આપવી અને સાહિત્યની દિશામાં નવી કેડી કંડારવી એ સહેલું કામ નથી. છાપેલાં કાટલા શબ્દ યોગ્ય ન ગણાય પરંતુ સમર્થ ન હોય તેવાં કવિઓની રચનાઓને બંધારણ, લય, લાલિત્ય, ભાવ, પ્રસ્તુતિ અને ચમત્કૃતિ વિષે સમજ ન હોય તેવાં કવિઓ અને સર્જનો(!) ને છાપરે ન ચડાવાય તે યોગ્ય જ ગણાય. એક સુચન કરી આપનો કાર્યભાર વધારું? એક અનુવાદક હોવાને નાતે પદ્ય અને ગદ્યની અનૂદિત રચાઓની પણ સ્પર્ધા યોજવી જોઈએ! તેમાં મૂળ રચનાકારની રચનાના અનુવાદની અનુમતિ મેળવેલી હોવી જોઈએ.કોઈપણ ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદને આવકારી શકાય.
ફરી આભાર. -હર્ષદ દવે.
અભિનન્દન અને ખુબ ખુબ મુબારક.