સબરસ પદ્ય હરીફાઈનું રિઝ્લ્ટ 03/23/11

સબરસ પદ્ય હરીફાઈ નું રિઝ્લ્ટ નીચે મુજબ જાહેર કરવામાં આવે છે. અમારા માનનિય નિર્ણાયકો  શ્રી વિવેક ટેલરનો , શ્રી કિરણસિંહ ચૌહાણ નો ,શ્રી વિનોદ ગાંધીનો, શ્રી ભાવેશ જેતપરીયાનો તથા શ્રીમતી ...


સબરસ પદ્ય હરીફાઈ નું રિઝ્લ્ટ નીચે મુજબ જાહેર કરવામાં આવે છે.

અમારા માનનિય નિર્ણાયકો  શ્રી વિવેક ટેલરનો , શ્રી કિરણસિંહ ચૌહાણ નો ,શ્રી વિનોદ ગાંધીનો, શ્રી ભાવેશ જેતપરીયાનો તથા શ્રીમતી પુષ્પાબેન ભટ્ટનો નિર્ણાયક તરીકે સેવા આપવા બદલ સબરસ ગુજરાતી તરફથી ખૂબ ખૂબ આભાર.

અમારા માનનિય નિર્ણાયક શ્રી વિવેકભાઈ ટેલરે બધી રચનાઓને ગુણાંક ના આપતા એક પત્ર લખેલ છે જે અમોએ નીચે પ્રગટ કરેલ છે.

આથી અમોએ કૂલ ૪૦ માંથી ગુણાંક આપ્યા છે . માર્કસ અને રચનાઓ અમો  ટૂંક સમયમાં પ્રગટ કરીશું.

તમામ વિજેતાઓને અને ભાગ લેનારા તમામ રચનાકારોને ખૂબ ખૂબ અભિનંદન.

પ્રથમ વિજેતા – જગદીશ ગોહીલ — હું તો પછ્તાણી  ( ૫૦૦૦ રૂ.)

દ્વિતીય વિજેતા-  દિપક ત્રિવેદી – ઈશ્વર દર્શન ની અનુભુતી ( ૨૦૦૦ રૂ.)

પહેલા પ્રોત્સાહક વિજેતા – જયેશ ઠક્કર –  ઉતારો  (૫૦૦ રૂ.)

બીજા પ્રોત્સાહક વિજેતા – સરયૂ  પરીખ – કાચનું મંદીર  (૫૦૦ રૂ.)

ત્રીજા પ્રોત્સાહક વિજેતા – હિતેશ માણેક –  સન્નાટો  (૫૦૦ રૂ.)

પ્રથમ દસમાં આવેલ રચનાઓ ના નામ નીચે મુજબ છે.

(૧) જગદીશ ગોહીલ — હું તો પછ્તાણી

(૨) દિપક ત્રિવેદી – ઈશ્વર દર્શન ની અનુભુતી

(૩) જયેશ ઠક્કર –  ઉતારો

(૪) સરયૂ  પરીખ – કાચનું મંદીર

(૫) હિતેશ માણેક –  સન્નાટો

(૬) નિર્મલ ભટ્ટ – સુર વિખેરાતુ ગીત

(૭) દેવીકા ધ્રૂવ – સાં જ વેળા

(૮)  નિર્મલ ભટ્ટ – અર્થ મળશે આકરો

(૯)  હેમંત પૂણેકર – મિત્રો

(૧૦) જયેશ ઠકકર –  ગંગા સાગર

(વિવેકભાઈ નો પત્ર)

પ્રિય અશોકભાઈ,

સબરસગુજરાતી.કોમ અને સબરસ ફાઉન્ડેશન-મોરબી દ્વારા સહ આયોજીત સબરસ પદ્ય હરીફાઈના અન્વયે શ્રી અશોક કૈલાએ મોકલાવેલ દળદાર ગ્રંથની લગભગ પોણી બસો જેટલી કૃતિઓમાંથી પસાર થવાનું થયું. ગ્રંથની જાડાઈ જોઈ આનંદ પણ થયો અને આંચકો પણ અનુભવ્યો. આનંદ એટલા માટે થયો કે વાહ, આટલી બધી રચનાઓમાંથી પસાર થવાનો મોકો મળશે ! આટલા બધા લોકો કવિતા કરે છે ! ગુજરાતી ભાષાને હવે શું વાંધો આવવાનો? પણ પાનાં પલટાવવા શરૂ કર્યા કે ગણતરીની પળોમાં આંચકો લાગ્યો કે શું આજ છે કવિતા વિશેની આપણી સમજ?

દુઃખ સાથે કહેવું પડે છે કે મોટા ભાગના લોકો ગુજરાતી લખતાં આવડે છે માટે કવિતા લખી શકાય એવા સૂંઠના ગાંગડે ગાંધી થવાના ખ્યાલ સાથે આ મેદાનમાં પ્રવેશ્યા છે. આ લોકોને ક્યાં તો કવિતા લખવા માટે કોઈ પ્રકારના શાસ્ત્રનું જ્ઞાન હોવું અનિવાર્ય છે એ બાબતનું જ જ્ઞાન નથી અથવા તો કાવ્યશાસ્ત્રસંમાર્જનની એમની કોઈ તૈયારી જ નથી.

અછાંદસ હોય કે ઊર્મિકાવ્ય હોય, ગીત હોય કે પછી ગઝલ કે પછી સૉનેટ હોય – બધાના બંધારણ હોય છે. અને કવિતા લખવા ઇચ્છનાર દરેક માટે આ બંધારણનું પૂરતું જ્ઞાન હોવું આવશ્યક જ નહીં, અનિવાર્ય હોય છે. જ્યાં સુધી આ બંધારણ આત્મસાત્ ન થઈ જાય ત્યાં સુધી કાગળ કોરો જ રહે એ કવિતા, કવિ અને ભાષા- ત્રણેય માટે ઉપકારક છે. મોટાભાગના કવિઓ સબરસગુજરાતીનો ઉંબરો આ મૂળભૂત તૈયારી વિના વળોટવાની કોશિશમાં છે. કાવ્યશાસ્ત્રની સમજણનો અભાવ ઓછો ન હોય એમ મોટાભાગની રચનાઓમાં વ્યાકરણની સમજૂતિ પણ નજરે ચડે છે. અધકચરી અને સમર્પણભાવના વિનાની કોઈ પણ કળાને પ્રોત્સાહન આપવું એ હકીકતમાં કળાની હત્યા બરાબર છે.

સ્પર્ધાના આયોજકોને મારે એક ટકોર એ કરવાની કે ભવિષ્યમાં આવી સ્પર્ધા યોજે ત્યારે ન માત્ર કવિદીઠ જમા કરાવાતી રચનાની સંખ્યા પર નિયંત્રણ રાખે, કવિતાના નિયમનું પાલન કરાય એવો હઠાગ્રહ પણ સેવે. કીડિયારાંની જેમ ઉમટી પડેલા અ-કવિને રોકવાની જેટલી ફરજ નિર્ણાયકોની છે એનાથી વધુ આયોજકોની છે.

આયોજકોએ બધી કવિતા માટે ગુણ આપવાની પ્રથા રાખી છે, જેનું હું સમર્થન કરી શક્તો નથી. કવિતા એ ભાવજગતની વસ્તુ છે, ગુણજગતની નહીં. આટલી બધી રચનાઓ લઈને બેઠાં હોઈએ ત્યારે શરૂથી અંત સુધી નિર્ધાઅરિત માપદંડ જાળવી રાખવો શક્ય જ નથી. અને જો આપણા માપદંડમાં વધઘટ થાય તો જાણ્યે-અજાણ્યે આપણે સ્પર્ધકોને નુક્શાન કરીએ છીએ.

પરિણામ પર આવતાં પહેલાં પુરસ્કારની નજીક આવીને અટકી ગયેલી બે-એક રચના વિશે ટિપ્પણી કરવા ઇચ્છીશ.

કવિતામાં એક શબ્દથી કામ ચાલતું હોય તો બીજો વપરાવો ન જોઈએ. કવિનો શબ્દ સામાન્યજનના શબ્દથી અલગ છે. કવિના શબ્દમાં સમજણ અને જવાબદારી છે. ‘અંધકાર કે અજવાળું’ નામની એક અછાંદસ રચનામાં કવિ સરસ રીતે સવાર-બપોર-સાંજ અને રાતની કાઅવ્યાત્મક સમ્જૂતિ પડછાયાની વધતી-ઘટતી લંબાઈ વડે આપે છે. પણ પછી દિવસ ઉગ્યો અને આથમ્યો કહીને કવિતામાંથી સામાન્ય કક્ષાએ ઉતરી આવે છે. જો કે કવિતાની છેલ્લી કડી, ‘સૂઈ ગયો અંધકારમાં… પોતાનામાં અજવાળું ભરીને’ લઘુકથાને કાવ્યસ્વરૂપ આપવામાં સફળ થાય છે.

‘ગંગા-સાગર’ નામના ઊર્મિકાવ્યમાં હૈયાને સુખ થાય એ રીતે ભાષાપ્રયોગ થયો છે. છંદ પણ ઠીક-ઠાક જળવાયો છે. પણ નયનરમ્ય શબ્દાવલિ ગોઠવવામાં ક્યાંક ભાષાના વ્યાકરણને મરોડી બેઠા છે અને કાવ્યત્ત્વ યથેચ્છ જળવાઈ શક્યું નથી.

‘મેં ધોયું અંધારું’ ગીતમાં અંધારાને ધોવા જેવો મૌલિક વિચાર લઈ આવેલા કવિ અભિનંદનને પાત્ર છે પણ પછી ગીતને ધારી ગતિ આપી શક્યા નથી અન્યથા એક સુંદર ગીત આપણને મળી શક્યું હોત.

મેં ફક્ત બે જ કાવ્યોને ક્રમાંક આપવા ધાર્યું છે.

મારી દૃષ્ટિએ ‘શતદલ’ નામની કવિતા બીજા ક્રમાંકને પાત્ર ઠરે છે. કવિએ અર્જુનની જેમ એક વિષય નજરમાં રાખ્યો છે અને એને યોગ્ય રીતે સંમાર્જ્યો પણ છે. ઊર્મિકાવ્યનું આજે લુપ્ત થતું નજરે પડતું ક્લેવર કવિએ અપનાવ્યું છે એ કવિની ભાષાપ્રીતિ અને સમર્પિતતાનું દ્યોતક છે. શબ્દસમૂહના ધ્વન્યાત્મક આવર્તનોનો સુપેરે પ્રયોગ કરીને કવિ કવિતામાંથી સંગીત પણ સર્જે છે. ચોમાસાની ઋતુનો આખો માહોલ ઊભો કરી કવિ એક સંપૂર્ણ શબ્દચિત્ર દોરે છે. કવિને ખૂબ ખૂબ અભિનંદન !

જ્યારે પ્રથમ ક્રમાંક માટે મારી નજર ‘મિત્રો’ ગઝલ સિવાય ક્યાંય ઠરતી નથી. ગઝલનો પિંડ બાંધવા અનિવાર્ય છંદ-કાફિયા-રદીફ અને મત્લાનું કવિએ પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે. નવોદિત કવિઓ પ્રયોજે એવા સહજ છંદ છોડીને કવિએ કસ કાઢી શકે એવો ટૂંકી બહેરનો છંદ બખૂબી પ્રયોજ્યો છે. ગરલ-ચહલપહલ-અચલ-હવામહલ-ચલવિચલ જેવા અનૂઠા કાફિયા વાપરીને કવિ પોતાની સજ્જતાનો પણ પરિચય કરાવે છે. અને લગભગ બધા જ શેરમાં કવિએ શેરિયતનું યોગ્ય ધ્યાન રાખી લાંબા સમય સુધી માનસપટ પર અંકિત રહી જાય એવી ગઝલ આપણને આપી છે. અહીં સુધી આ ગઝલ 10માંથી સાત ગુણની સફર સફળતાઅપૂર્વક પૂરી કરે છે પણ કવિ મેદાન મારી જાય છે ‘સૂકું વન થરથરે છે એ ખબરે, થઈ ગયાં છે અનિલ-અનલ મિત્રો’ શેરમાં. લગભગ બધા જ શેરમાં ‘મિત્રો’ રદીફ સાથે કાફિયા વિશેષણ તરીકે વપરાયા છે જ્યારે પ્રસ્તુત શેરમાં રદીફ કાફિયા સાથે ભળી જઈને શેરનો એક અંતર્ગત ભાગ બને છે જે સિદ્ધહસ્ત કવિઓ પણ જવલ્લે જ કરી શક્તા હોય છે. કવિને મબલખ અભિનંદન અને શુભકામનાઓ..

–   વિવેક ટેલર

( વિવેક ભાઈનો ખૂબ ખૂબ આભાર વાંચકોને અને નવોદિત કવિઓને જાણકારી આપવા બદલ. સબરસનો હરહંમેશ પ્રયાસ રહેશે કે વધું ને વધું નવોદિત લેખકો અને કવિઓને પ્રોત્સાહન મળતું રહે અને તેઓ વધું ને વધું સારી રીતે લખતા રહે.)


You can leave a response, or trackback from your own site.

30 Responses to this article

 
Bharat March 23, 2011 Reply

બધા વિજેતા ને અભિનંદન અને નિર્ણાયક ગણ નો આભાર… સબરસ ને શુભેચ્છા…..ભરત

 
Ramesh Patel March 24, 2011 Reply

સબરસ દ્વારા આયોજીત અને સાહિત્યવિદો દ્વારા બહુમાન પામેલી કૃતિઓને માણવાની
ઈંતજારી વધી ગઈ છે. ઈનામ વિજેતા કૃતિઓના કવિઓને અને સુંદર રચનાઓ
આપવામાં સહભાગી સૌને અભિનંદન.

રમેશ પટેલ(આકાશદીપ)

 
Hitesh Joshi March 24, 2011 Reply

વિજેતાઓને ખુબ ખુબ અભિનંદન અને સાથે સબરસ ટીમને પણ.

અને શ્રી વિવેકભાઇના પત્ર માટે તેમનો ખુબ ખુબ આભાર. આપનો આક્રોશ વ્યાજબી જ છે ! શાયદ અમારી કવિતા વિશેની સમજ અધુરી જ છે. પણ આપે જે પ્રત્યુતર પાઠવ્યો છે અમારા જેવા સ્પર્ધકો માટે એ માટે આપનો તહેદિલથી આભાર ! કોઇક કઈક કહેશે તો અમે શીખી શકિશુ ને ! આપનો સાહિત્ય પ્રત્યેનો પ્રેમ અને અમારા જેવા નવોદિતો માટેનો મીઠો ઠપકો સર આંખો પર સાહેબ ! કોશીશ જરુર કરીશુ આપે જે કહ્યુ તે પ્રમાણે શીખવા, જાણવા અને સમજવા. આભાર !

 
કલ્યાણી વ્યાસ March 24, 2011 Reply

સબરસ પદ્ય હરિફાઈના તમામ વિજેતાઓને અભિનંદન.સબરસ વતીથી હરિફાઈના જજ તરીકે સેવા આપવા બદલ અને નવોદિતોને પૂરતું ગાઈડંસ આપવા બદલ શ્રી વિવેકભાઈનો તથા બીજા માનનિય જજો શ્રી કિરણસિંહ ચૌહાણ ,શ્રી વિનોદ ગાંધી ,ભાવેશભાઈ જેતપરિયા અને પુષ્પાબેન ભટ્ટનો ખૂબ આભાર. વાર્તા સ્પર્ધાઓ તો ઘણી આવે પણ પધ્ય સ્પર્ધા યોજીને ગુજરાતી નવોદિતોને પ્રોત્સાહન આપવું એ નવા સવા કાવ્ય રચતા યંગ જનરેશન માટે એક ઉત્સાહજનક પ્લેટફોર્મ પુરૂ પાડવાની શરૂઆત સબરસે કરી છે. નવા નવા કાવ્ય લખતા આપણા આવા નવોદિતોને હજુ વધારે માર્ગદર્શન મળી રહે અને તેઓ વધું સારી રીતે કાવ્યની રજુઆત કરી શકે તે માટે સબરસની મદદ હંમેશા તેઓની સાથે જ રહેશે.ભવિષ્યમાં સબરસ દ્વારા આ માટેની વર્કશોપ પણ ગોઠવવાંમાં આવશે તો સોનામાં સુગંધ ભળ્યા જેવો આનંદ થશે.

 
Nita Suresh March 24, 2011 Reply

શ્રી અશોકભાઈ
ખુબ ખુબ અભિનંદન સબરસ ને , વિજેતાઓને તથા દરેક સ્પર્ધકો ને – પદ્ય હરિફાઈ માટે!
મને જયારે સબરસ ની જાણ થઇ ત્યારે મન માં એક હાશકારો થયો હતો કે ચાલો, ગુજરાતીઓને એવું એક પ્લેટફોર્મ તો મળ્યું કે જ્યાં નવોદિતો વિના સંકોચે પોતાની રચનાઓ મોકલી શકશે.અને એવું થયું પણ ખરું.
શ્રી વિવેકભાઈએ પોતાનો સમય અને સુચન નવોદિતો ને આપ્યા એનો ખુબ ખુબ આભાર.
પણ એક વાત નું આશ્ચર્ય થયું પણ સાથે એમ પણ થયું કે કદાચ તેઓ અજાણ છે સબરસ નાં હેતુ અને ઉદ્દેશ્ય થી … મા ની છાયામાં જેમ બાળક બધું જ શિખે એમ અહી નવોદિતો સબરસ ના કોમળ આવકાર અને સ્વીકાર થી કવિતા લખતા, વાર્તા લખતા કે એક સામાન્ય કાગળ લખતા શીખે .
ખબર નહિ પણ કેમ વિવેકભાઈ ના શબ્દો થોડા આકરા લાગ્યા કારણ ગુજરાતી મરાઠી હિન્દી ઈંગ્લીશ – એ બધી જ ભાષા માં એવા ઉચ્ચ કવિઓ છે જેઓ એ વગર કોઈ છંદ વાપરી કવિતા ઓ લખી છે અને એ કવિતા ઓ ને લીધે આજે એ લોકો ખુબ પ્રચલિત પણ છે! દુનિયાનો દરેક કવિ પેહલા નવોદિત જ હોય છે. આ નવોદિતો ને જો પેહલે થી જ ચોક્કસ બીબા માં નાખી દેવામાં આવે તો બધું જ બહુ સામાન્ય મળે , નવીનતા રહે જ નહિ !!! હા જ્ઞાન હોવું જરૂરી છે એની નાં નહિ પણ જ્ઞાન સાથે જો આપણી પાસે કોમળ શબ્દો નો અભાવ હોય તો એ જ્ઞાન નહિ ને બરાબર છે.

સપ્રેમ નીતા સુરેશ

 
vandita rajyaguru dave March 24, 2011 Reply

માનનીય અશોક્ભાઇ,
સબરસ તેમ જ વિજેતાઓ ને હાર્દિક અભિનન્દન. હવએ વિજેતા રચનાઓ નો ઇન્તેજાર રહેશે. વિવેકભાઇ નો પત્ર વાચવો ગમ્યો, જાનકારી આપવા બદલ ખુબ ખુબ આભાર વિવેક્ભાઇ.
—- વન્દિતા રાજ્યગુરુ દવે

 
rekha sindhal March 24, 2011 Reply

સૌ પથમ વિજેતાઓને ધન્યવાદ ! વિવેકભાઈનો પત્ર વાંચીને ખ્યાલ આવ્યો કે ગુજરાતી કવિઓ અને કવિતાઓ ક્યા સ્તરે છે. પરંતુ એમણે વિજેતા સિવાયની કવિતાઓને ગુણ ન આપીને અન્ય કવિઓને જાકારો જ આપી દીધો હોય તેમ લાગે છે. નવોદિત કવિઓ વિજેતા થવા માટે નહી પોતાનું સ્તર જાણવા માટે ભાગ લેતા હોય છે જેથી તેઓ પોતાનું મૂલ્યાંકન પોતાની જાતે ન કરતાં સક્ષમ કવિઓ દ્વારા કક્ષા જાણી કેટલા પાછળ છે તે ખ્યાલ સાથે આગળ આગવાના પ્રયત્નમાં ગુણક્રમાંકને એક સાચા પ્રોત્સાહક બળ તરીકે જોઈ આગળ આવી શકે. ખુબ પાછળ રહેલા કદાચ નિરાશ થઈને કવિતા કરવાનું છોડી દે તો પણ એમનો એટલો કવિતા પ્રત્યેનો પ્રેમ ઓછો સમજવો અને તો એથી કરીને ગુજરાતી ભાષા સાહિત્યને કોઈ મોટી ખોટ નહી પડે પણ નિર્ણાયકો બધાને એક સ્તરે મૂકીને ગુણને પાત્ર જ ન ગણે અને મૂલ્યાંકન પદ્ધતિ જ અધૂરી છોડી દે તો તેઓ પણ ભાષાના વિકાસને અન્યાય જ કરે છે એમ કહી શકાય. તેઓ ટકોર કરે છે કે આયોજકોએ કવિતાના નિયમોને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. મારી ટકોર એ છે કે આયોજકોએ નિર્ણાયકો પાસે પણ નિયમોની જાળવણીનો આગ્રહ રાખવો જોઈએ અને જે કવિતાને કોઈ ગુણ જ મળ્યા નથી તે તેમણે વાંચી છે કે કેમ તે પણ કેમ જાણી શકાય? આ શંકા વિવેકભાઈ માટે ભલે ન ઊઠાવી શકાય પરંતુ નિર્ણાયકો પણ બધા સરખા પ્રમાણિક નથી હોતા તે આપણે જાણીએ જ છીએ. અધૂરી સેવા આપે તેવા નિર્ણાયકો પણ આડકતરી રીતે નબળી સેવાને ભૂમિકા પૂરી પાડે છે. ભાષાપ્રેમીઓમાં પણ નીચલા સ્તરનાની ભૂલો કરતા ય ઉપલા સ્તરનાની ભૂલો ભાષા સાહિત્યને વધારે નડતી હોય છે. એક સ્પર્ધક તરીકે વિજેતા ન થવાથી હું નિરાશ નથી થઈ પણ ગુણમાંથી સાવ જ બાકાત કર્યાથી જરૂર નિરાશ થઈ છું અને હરિફાઈમાં ભાગ લીધાનો કોઈ અર્થ જણાતો નથી.

 
Dr P A Mevada March 24, 2011 Reply

શ્રી વિવેક્ભાઈએ અને સાથી દારોએ આ જાતનું અઘરું કામ સરસ રીતે પાર પાડ્યું છે, એ બદલ અભિનંદન. બાકી હું તો આ અંગેજ કવિ સાથે સહમત છું, એ તો જળવાવું જોઈએ.
‘ઓલ ગુડ પોએટ્રિ ઇઝ સ્પોનટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ”

ફક્ત લખવા ખાતર અને બ્લોગમાં કે અન્ય રીતે સમાચાર પત્રોમાં છપાઈ શકે છે એટલે લખવું તે યોગ્ય નથી લાગતું.

 
manhar m.mody March 24, 2011 Reply

vivek saheb’s letter is a real eye oener and a golden tip for the beginners.

congrats to all winners and all the participants.

sabras gujarati and shri ashok kaila also deserves congrats for their effoerts to inspire new / upcoming gujarati poets.

 
Chandrakant C Nirmal March 24, 2011 Reply

શ્રી અશોકભાઇ તથા સર્વે વિજેતાઓને હાર્દિક અભિનન્દન. ; મારા કાવ્ય ”અન્ધકાર કે અજવાળુ” માટે શ્રી વિવેકભાઇએ આપેલ સુચન બદલ ખુબ ખુબ આભાર. સર્વે નિર્ણાયક શ્રીઓનો પણ ખુબ ખુબ આભાર.

 

મારા શબ્દો કોઈને આકરા લાગ્યા હોય તો ક્ષમા પ્રાર્થું છું.

કેટલીક વાતો આ તબક્કે સ્પષ્ટ કરવી મને જરૂરી લાગે છે.

કવિતાઓના પ્રિન્ટ આઉટ સાથે અશોકભાઈનો પત્ર મને મળ્યો હતો જેમાં પરિણામ આપવાની તારીખ 18/05/2011 લખવામાં આવી હતી જ્યારે મારા પર સત્તરમી માર્ચે એમનો ફોન આવ્યો કે મારે પરિણામ અઢારમી મેના રોજ નહીં પણ અઢારમી માર્ચની સવાર સુધીમાં આપી દેવાનું છે. અશોકભાઈએ મારી સુવિધા માટે મને 166માંથી પચ્ચીસેક કવિતાઓના ક્રમાંક લખાવ્યા અને એટલી જ કવિતાઓ વાંચવા અનુરોધ કર્યો. મારી પાસે એક જ દિવસ હોવા છતાં એમ કરવું મને અન્ય મિત્રો સાથે અન્યાય કરવા બરાઅબર લાગ્યું એટલે એક દિવસ પૂરતાં મારા બાકીના કામો સ્થગિત કરીને આખો દિવસ હું આ રચનાઓ સાથે વ્યસ્ત રહ્યો… કવિતાને માત્ર ગુણાંક આપી દેવાથી સ્પર્ધકોને કેમ ખબર પડે કે એમણે શું સારું કર્યું છે અને શું ખરાબ? એટલે મેં વધુ સમય ફાળવીને ચર્ચા કરવું વધુ યોગ્ય સમજ્યું.

વાચકમિત્રો અને કવિમિત્રો જોઈ શકે છે કે આ પરિણામ આપતી વખતે મારી નિર્ણાયક તરીક સમૂળગી બાદબાકી કરવામાં આવી છે. અશોકભાઈએ મારી પાસે માર્ક્સની ઉઘરાણી કરી હતી પણ અંતિમ પરિણામ આપતા પહેલાં અને મારી બાદબાકી કરતાં પૂર્વે આયોજકોએ મને જણાવ્યું નથી કે માર્ક્સ આપવા ફરજિયાત છે અને જો હું માર્ક્સ નહીં આપું તો મારા નિર્ણયની સંપૂર્ણતઃ બાદબાકી કરવામાં આવશે. અન્યથા પરિણામ 18 પરથી 24 તારીખ પર ઠેલાયું એ છ દિવસ દરમિયાન હું ચોક્કસ જ માર્ક્સ આપી શક્યો હોત… હું હજી પણ માર્ક્સ આપી શકું છું પણ હવે એ યોગ્ય ગણાશે?

મારી ટિપ્પણીનો એકમાત્ર આશય આપ સહુ કવિકર્મને ગંભીરતાપૂર્વક લો એ જ હતો. હિંદી, મરાઠી અને અંગ્રેજી કવિતામાં અછાંદસનું ચલણ નહિવત્ જ છે.. જે કવિતાઓ આપણને બાહ્યાકારથી અછાંદસ લાગે છે એ પણ છંદમાં લખેલી હોય છે પણ unless the mind knows, eyes can not see!

 
ashok March 25, 2011 Reply

વિવેક્ભાઇને તારીખ માટે જે ગોટાળો થયો તે માટે અમોએ મુદત વધારવા કે બીજા નિર્ણાયકો એ પસંદ કરેલ ટોપ રચનાઓ વિશે જણાવેલ અને અમોએ એમ પણ કહેલ કે અમારે પાંચ નિર્ણાયકો ના ગુણ આપવાના હોય તેથી ગુણ આપવા કહ્યુ હતુ, પણ વિવેકભાઇ નો જવાબ આવ્યો કે ” કવિતાને માર્ક્સ કેવી રીતે આપી શકાય? એ હૃદયથી વાંચવાની વસ્તુ છે અને હૃદય ભાવ-તાલ જાણતું નથી” માટે અમોએ ચાર નિર્ણાયકો ના ગુણ મુજબ લિસ્ટ તૈયાર કર્યુ અને વિવેકભાઇ ના કહેવા મુજબ પત્ર પણ જાહેર કર્યો. જો અમારે વિવેકભાઇ ની નિર્ણાયક તરીકે બાદબાકી કરવી હોત તો અમે તેમનો પત્ર કે નામ પણ જાહેર ના કર્યુ હોત.

 
rekha Sindhal March 25, 2011 Reply

વિવેકભાઈ,
તમારા શબ્દો આકરા જરૂર લાગ્યા છે પણ માફી માંગવી જરૂરી નથી. તમારી પ્રમાણિકતા અને સેવા માટે માન છે પણ તમે લખો છો કે “સૂંઠને ગાંગડે ગાંધી થવા નીકળ્યા છે….” કોઈની ભાવ અભિવ્યક્તિ ગમે તેટલી નબળી કેમ ન હોય તેને નિરાશ તો ન જ કરાય. કવિ થવા માટે જ કાંઈ બધા કવિતા નથી કરતા હોતા.અભિવ્યક્ત કરતા ન આવડે તો પણ “લખતા લહિયો થવાય”
વળી તમે જોયુ હશે કે “મિત્રો” નામની જે ગઝલને તમે પ્રથમ નંબર આપ્યો છે તેને નિર્ણાયકોએ નવમા ક્રમે મૂકી છે. એજ કવિની બીજી રચનાને કુલ ગુણ મારા જેટલા જ મળ્યા છે મને ગઝલ લખતા તો નથી જ આવડતુ પણ કવિતાના બંધારણની ય સ્પષ્ટ સમજ નથી ઉપરાંત અછાંદસમાં ય સ્ફૂરણા સાથે જોડાયલા ભાવની તીવ્રતા અને ઊંચાઈ બંનેની કમી હું અનુભવુ જ છું તેથી ગુણાંકમાં મને અન્યાય થયો હોય તેમ હું નથી માનતી પણ હેમંતભાઈને થયેલ અન્યાય જોઈ ગુણાંકને કેટલું પ્રમાણિત ગણવું તે પણ પ્રશ્ન થાય છે. પ્રથમ વિજેતાને વિનોદભાઈએ મને આપ્યા છે તેટલા જ ગુણ આપ્યા છે તેથી મારે ખુશ થવુ કે નાખુશ એ નક્કી નથી કરી શકાતું. બીજા નંબરના વિજેતાની :બીજી કૃતિ ગંગાસાગરને તો મારાથી ય ઓછા ગુણ એમણે આપ્યા છે. એમને મને જે ગુણ આપ્યા છે તે વળી બીજાએ મને આપેલા કરતા કંઈ બહુ વધારે નથી માટે પ્રમાણિત ગણીને જ વાત કરૂં છું ભાવેશભાઈની રીત તો આખુ પત્રક જોતાં સમજાતી જ નથી. અશોકભાઈને ધન્યવાદ કે આ કપરૂં કાર્ય એમણે એમની રીતે પાર પાડી કોઈની ય બાદબાકી નથી કરી પણ તમારા જેવા નિષ્ઠાવાનની સેવા સાહિત્યક્ષેત્રને વધુ મળે તો સારૂં એમ જરૂર લાગે છે.

 
rekha Sindhal March 25, 2011 Reply

થોડો સુધારો: વાંચવા લખવાની ઉતાવળને કારણે કેટલીક ભૂલ થઈ છે તે સુધારવા ઈચ્છું છું,
1. વિવેકભાઈએ ક્ષમા પ્રાર્થી છે – માફી માંગવાની ગેરસમજ મારી છે અને પ્રાર્થના તો હમેંશા જરૂરી જ હોય છે.
2. એમણે લખ્યુ છે કે “સૂંઠને ગાંગડે ગાંધી થવાના ખ્યાલ સાથે આ મેદાનમાં પ્રવેશ્યા છે.” મારા વાક્યમાં ‘નીકળ્યા છે’ શબ્દથી ભાવ બદલાય છે તેથી સુધારી લઈ ભૂલની ક્ષમા પ્રાર્થુ છું. અન્ય કોઈ દોષ જણાય તો દરગુજર કરવાની વિનંતિ સાથે અહીં વિરમુ છું.

 
Manav March 26, 2011 Reply

વિવેકભાઈ પોતાની જ્ગ્યાએ યોગ્ય છે.

કોઈ પોતાની ભૂલો બતાવે તો આપણે તેને સુધારવા પ્રયત્ન કરવો જોઈએ. ચાલો કંઈક તો નવું જાણવા મળ્યું..

 
Ramesh Patel March 26, 2011 Reply

શ્રી અશોકભાઈ
સબરસ દ્વારા ખૂબ જ સરસ આયોજન આપે કર્યું છે. સાહિત્ય વિશે પોતિકી વિશેષતાથી
જાણીતા તજજ્ઞ દ્વારા આંકલનની પધ્ધતી દ્વારા ગુણની પ્રથા ગમી, ભલે પોત પોતાની
દૃષ્ટિથી એક બેન્ચ માર્ક કરી વળગી રહે. ડોશ્રી વિવેકભાઈ..એક ઉચ્ચ ધોરણ જળવાય
તેના આગ્રહી છે, પણ જે કામની જવાબદારી લે તેમાં પારદર્સિકતા લાવવા ગુણ મૂકવા
જરુરી હતા, એ સામાન્ય માણસ પણ હરિફાઈમાં આમ હોય, એવું વિચારે, એ વાત અનદેખી થઈ,
તેમાં સઘળો વિવેક ધોવાઈ ગયો, એમ સૌએ અનુભવ્યું.વિજેતા રચનાકારોને અભિનંદન.
સેવા આપનાર તજજ્ઞોનો ખૂબ જ આભાર, કારણકે તે માટે સમય આપી ,એક ઉમદા કાર્યના
સહભાગી બન્યા. બ્લોગ પોષ્ટને લોક વધામણી જરૂરથી મળશે.રેખાબેન અને ડોશ્રી વિવેકભાઈ
બન્ને સાહિત્યવિદ છે , કદાચ ડો વિવેકભાઈએ માર્કસ મૂક્યા હોત તો બીજા કોઈ એકાદ માર્ક્સના તફાવતમાં પરિણામમાં બાજી મારત એવી ચર્ચા પણ જાણવા મળી.ડો વિવેકભાઈને માટે
ખૂબ જ આદર છે ને રહેશે.શ્રી અશોકભાઈ ,પ્રતિભાઓ આવી રીતે જ ઘડાય..સબરસને ધન્યવાદ.

રમેશ પટેલ(આકાશદીપ)

 
Gaurav Pandya March 26, 2011 Reply

congrates to all winners.

 

સૌપ્રથમ સૌ વિજેતાઓને અભિનંદન! સબરસગુજરાતીની પૂરી ટીમ અને તમામ નિર્ણાયકોનો પણ આભાર! ખાસ આભાર વિવેકભાઈનો કારણ કે એમણે કરેલી મારી ગઝલની પ્રશંસા અને એના વિવિધ પાસાઓની વિગતવાર છણાવટ મારે માટે પુરસ્કાર સમાન છે. વળી ૧૬૬ રચનાઓમાં નવમું સ્થાન પણ સારુ જ ગણાય.

રેખાબેને ઘણાં પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે અને એમાં એક જગાએ મને થયેલા અન્યાયની વાત કરી છે. પણ મારી વાત કરું તો મને કોઈ અન્યાય થયો હોય એવું નથી લાગતું. આયોજકો અને વિવેકભાઈ વચ્ચે થોડોક communication gap રહી ગયો હોય એવું જરૂર લાગે છે. સબરસ ટીમને એ વખતે જે યોગ્ય લાગ્યું એ એમણે કર્યું એટલે એ સામે પણ કોઈ ફરિયાદ નથી.

કોઈ નિર્ણાયક કેવી રીતે નિર્ણય કરે છે એ વિશે તો આપણાથી એક શબ્દ પણ ન બોલાય એવું મને લાગે છે. જ્યારે આપણે હરિફાઈમાં ભાગ લઈએ ત્યારે જ નિર્ણાયકોના નિર્ણયને સ્વીકારવો પડશે એ વાત એમાં આવી જ જાય છે. ટૂંકમાં, નિર્ણાયકોનો નિર્ણય સર આંખો પર!

મારા બ્લૉગ પર મિત્રો ગઝલ માણવા સૌને આમંત્રણ છે.

 
Devika Dhruva March 28, 2011 Reply

સબરસની પૂરી ટીમ અને નિર્ણાયકોનો ખુબ ખુબ આભાર..વિજેતાઓને અભિનંદન.૧૬૬ માં ૭મો નંબર મેળવવા માટે ખુબ આનંદ.વધારે આનંદ વિવેક્ભાઇએ આપેલ મારી “શતદલ” રચનાના બીજા નંબર અને મૂલ્યાંકન માટે. સૌનો ફરી એક વાર દિલથી આભાર.

 

મારા આપેલા માર્ક્સ ગણવામાં આવ્યા હોત તો હેમંત પુણેકરના ખાતામાં 10માંથી 9.5 માર્ક્સ જમા થયા હોત અને એમનો ક્રમ આ સ્પર્ધામાં નવમાને બદલે પહેલો આવ્યો હોત અને પાંચ હજાર રૂપિયા જેવી મોટી રકમના ઈનામના તેઓ હકદાર થયા હોત… મને ખુશી છે કે આ માણસ એને થયેલા હડહડતા અન્યાયને હસતે મોઢે પચાવી શક્યો છે… એ કવિતાની નાડ પકડી શક્યો છે અને ગુજરાતી સાહિત્યની આવતીકાલ આ સૂર્યને મધ્યાહ્ને પ્રકાશતો જરૂર જોશે…
જે Communication gapની એમણે વાત કરી એ બે જગ્યાએ થયો.
એક, આયોજક કોઈપણ વ્યક્તિને નિર્ણાયક તરીકે સ્થાન આપે એટલે એના નિર્ણયને એમણે માથે ચડાવવો જ જોઈએ. નિર્ણાયકના માપદંડ ભલે અલગ પડતા હોય, આયોજકોની ફરજ બને છે કે એ એમણે સ્વીકારવા પડે… કારણ કે બાકીના 164 સ્પર્ધકોને જવાબ આપવા માટે એ નિર્ણાયક બંધાયેલો છે જે ચાતરેલા ચીલાથી અલગ રસ્તે ચાલવાનું દુસ્સાહસ કરે છે…
બીજું, નિર્ણાયકનો નિર્ણય પરિણામમાં ગણવામાં નહીં આવે એ વાતની પણ આયોજકોએ નિર્ણાયકને કોઈપણ જાતની આગોતરી જાણ કરી જ નહીં અને સીધેસીધું પરિણામ જાહેર કરી દીધું…
હેમંત પુણેકરને ખેલદિલીની એરણ પર પણ ખરું સોનું સાબિત થયા છે…

 
Rekha Sindhal April 3, 2011 Reply

મારૂં કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે મૂલ્યાંકનની પણ ચોક્કસ પધ્ધતિ હોવી ઘટે. હેમંતભાઈને તેમજ અન્ય વિજેતાઓને ફરીને ધન્યવાદ. નિર્ણાયકોની મૂલ્યાંકન પદ્ધતિ વિશ્વસનીય હોવી ઘટે એમ મારૂં માનવું છે. ચૂપ રહીને અન્યાય સહેવો તે પણ અન્યાયને આડકતરૂં પોષણ જ છે.

 
Tarun J Jani April 5, 2011 Reply

વિવેકભાઈ
આપનું સુચન અને માર્ગદર્શન મારી શબ્દયાત્રાને ઘણો જ વેગ આપશે પરંતુ અમે હળદરનાં ગાંઠીયે ગાંધી નથી થયા અમે તો અમારી સંવેદનાઓ રજુ કરી છે અને એ પણ મુક્ત રહીને. બાકી છંદમાં રચનાઓ તો અમે પણ કરી જાણીએ. અમારી વિંનતી કે કોઈપણ કવિની સંવેદનાનો તિરસ્કાર તો ના જ કરી શકાય. મારી છંદોક્ત બે પંક્તિઓ રજુ કરું છું
” પ્રેમ તો દેખાય છે થઇ, ઝાંઝવું જોને અહી
કોણ કોને ચાહતું છે, દંભ સંબંધો મહી.”…………[તરૂણ]
મારી તો કોઈની સાથે સ્પર્ધા જ નથી તેથી પરિણામ વિષે કોઈ પ્રશ્નો પણ નથી પરંતુ દરેક ની ઉર્મીઓ વ્યક્ત કરવાની રીત સ્વીકાર્ય તો હોવી જ જોઈએ. અને એ પણ જરૂરી છે કે આ રીત માં શોભા વધે માટે શાસ્ત્ર નું જ્ઞાન જરૂરી પણ નાં હોય તો તે અસ્વીકાર્ય તો નથી જ.

 

વિવેકભાઈ જે શાસ્ત્રની વાતને છંદ સાથે જોડી દેવામાં આવી છે એટલે એક ખુલાસો જરૂરી બની જાય છે. કોઈ પણ કલામાં હૃદયની ઊર્મિ અનિવાર્ય છે પણ પર્યાપ્ત નથી. દરેક કલાનું એક શાસ્ત્ર હોય છે. અછાંદસ કાવ્ય લખવાનું પણ એક શાસ્ત્ર છે.

ધારો કે કોઈને ચિત્રકલા પર હાથ અજમાવવો હોય તો બે રસ્તા છે. પહેલો રસ્તો. સારા ચિત્રો જુઓ, સારા-ખરાબ ચિત્રની સમજણ કેળવો અને એ પ્રમાણે ચિત્ર દોરવાનો પ્રયાસ કરો, કોઇ સારા ચિત્રકાર પાસેથી શીખો અને ચિત્ર દોરો. બીજો રસ્તો છે કે હૃદયની ઊર્મિ છે જ ને, બસ કાગળ લો, રંગ લો અને મંડી પડો. કઈ પદ્ધતિથી સારુ ચિત્ર બનશે?

પાકકલાનું ઉદાહરણ લઈએ. સારી વાનગી બનાવવાની છે. પહેલો રસ્તો. ઘરમાં કોઈ સારી વાનગી બનાવતું હોય એની પાસેથી દરેક વસ્તુનું પ્રમાણ અને પદ્ધતિ શીખો અને બનાવો. બીજો રસ્તો – હૃદયની ઊર્મિ છે જ ને, બસ બધી સામગ્રી ભેગી કરો, હૃદય કહે એ પ્રમાણે નાખો, હૃદય કહે એ પ્રમાણે રાંધો અને વાનગી તૈયાર. કઈ પદ્ધતિથી સારી વાનગી બનશે?

આ ઉદાહરણોથી સમજી શકાય કે માત્ર હૃદયની ઊર્મિ કાવ્ય તો શું કોઈપણ કલા માટે પર્યાપ્ત નથી. દરેક કલાનું પોતાનું એક શાસ્ત્ર છે જે શીખવું જ રહ્યું. ભાવાવેશમાં આવીને ગમે તે લખવાથી કાવ્ય બનતું નથી. છંદની વાત નથી. શાસ્ત્રીયતાના અભાવ સામે વિવેકભાઈને વાંધો છે, જે મને યોગ્ય જ લાગે છે.

 

મારા શબ્દોનું મને લાગે છે કે ખોટું અર્થઘટન થઈ રહ્યું છે… કાવ્યશાસ્ત્ર તો અનિવાર્ય છે જ પણ કવિતા લખવા માટે આંતરિક સજ્જતા અને સતર્કતા પણ એટલી જ અનિવાર્ય છે.. કવિનો શબ્દ સમાજના શબ્દથી અલગ પડે છે… કવિનો શબ્દ જવાબદારીભર્યો જ હોઈ શકે…

મેં માર્ક્સ આપ્યા નથી એ બાબતને લઈને આટલો બધો હોબાળો મચી ગયો પણ મેં માર્ક્સ કેમ નથી આપ્યા એના કારણ પર કોઈએ નજર નાંખી જ નથી… મેં કહ્યું છે કે કવિતા એ ભાવજગતની વસ્તુ છે, ગુણજગતની નહીં… જે કવિતાઓને મેં પસંદ કરી છે, એમને પણ મેં માર્ક્સ આપ્યા જ નથી… એટલે બાકીની રચનાઓને માર્ક્સ ન આપીને મેં કોઈને અન્યાય કર્યો નથી…

માર્ક્સ ન આપવા પાછળનું સહુથી મોટું કારણ તો આયોજકો છે. મને લખવામાં આવેલા પત્રમાં સાફ અક્ષરે 18મી મે પરિણામની તારીખ લખવામાં આવી હતી જ્યારે મને સત્તરમી એપ્રિલે મોડી સવારે ફોન કરીને કહેવામાં આવ્યું કે મારે અઢારમી તારીખ સુધીમાં પરિણામ આપી દેવાનું છે… આયોજકોએ મને પચ્ચીસ જેટલી કવિતાના નંબર આપી એટલી જ વાંચવા કહ્યું એ છતાં મેં મારો આખો દિવસ ‘શહીદ’ કરીને બધી જ રચનાઓ વાંચી… મારે દસ માર્ક્સ આપવાના હોય તો છંદ કે લય, કાવ્યસમજણ, કાવ્યતત્ત્વ, સમગ્ર ભાવવિશ્વ અને ધારી ચોટ એમ માર્ક્સ આપી શકાય… દરેક મિત્ર પોતાની રીતે પોતાના માર્ક્સ ગણી શકે છે…

મારો એકમાત્ર શુદ્ધ હેતુ સર્જકો કાવ્યસંમાર્જનની અનિવાર્યતા સમજે એ જ હતો…

 
Chandrakant C Nirmal April 7, 2011 Reply

Shree Vivekbhai, Aap aapni rite sacha chho. Aape aa badha khulasa karvana n hoy. Vat fakt – ya to badhane Marks aapva, ya to koine n aapva – etli j chhe, hu manu chhu tyan sudhi. Sidibhaine sidka vala jevi vat chhe. have vat ahi j atke e jaruri chhe. Shree Ashokbhaie platform aapyu, Aape navi drushti aapi4 e j amara jeva navodit mate ghanu chhe. Aap sauno aabhar.

 
Ashok April 14, 2011 Reply

વિજેતાઓને અભિનંદન…..
પ્રમાણપત્ર અને પારિતોષિક આજે કુરીયર દ્વારા રવાના કરી રહ્યા છીએ.
આભાર આપ સહુ નો….
અશોક કૈલા

 
rekha May 3, 2011 Reply

Ashokbhai

spardha ni badhi j rachnao kyare vachva malashe????????

 
Ashok May 3, 2011 Reply

pdf ફાઇલ માં મુકી જ છે. હુ મેઇલ દ્વારા આપને લિન્ક મોક્લુ છુ. અશોક કૈલા

 
rekha joshi May 3, 2011 Reply

vivekbhai

gazal ,kavita ke koi bijirachana na bandharan nu margdashrn kya malashe?koi book nu nam janavava vinti…..

Leave a Reply

close comment popup

Leave A Reply

Copyright | Disclaimer

Developed by Soft 'N' Web

Powered By Indic IME