બાબુ બાબી ની વાતો 08/27/11
મેઘધનુષનાં બે રંગ માત્ર ! તોયે જિંદગી મેઘધનુષી ! ત્રણ પ્રકરણ માં પુરી થતી આ વાત સત્યકથા છે. સુંદર, જાળીદાર, રજકણો ચમકાવતો સવારનો મીઠો તડકો રૂમને ઝગમગ કરતો હતો. શિમોનની ...
મેઘધનુષનાં બે રંગ માત્ર !
તોયે જિંદગી મેઘધનુષી !
ત્રણ પ્રકરણ માં પુરી થતી આ વાત સત્યકથા છે.
સુંદર, જાળીદાર, રજકણો ચમકાવતો સવારનો મીઠો તડકો રૂમને ઝગમગ કરતો હતો. શિમોનની આંખ ઉપર પણ જાણે દોડી દોડી કરતો આંખ સહેજ ખોલીને બબડી, “યે કભી ઇતના જલદી ક્યું આ જાતા હૈ,… થોડા દેર સે નહી આ સકતા ક્યા ?” તેણે સુરજ સામે મોઢું મચકોડ્યુ ને પડદા પાડી ફરી સૂઇ ગઇ.
નિંદરમાં પણ તેને ખ્યાલ હતો કે 10 મિનિટમાં તેણે ફરી ઉઠવાનું છે. ત્યાં જ તેને એસએમએસ નો અવાજ સાંભળ્યો !! “ઓહ ! રામ !! રામ હી હોગા.” ને તે પ્રેમથી મલકી. એક આંખે તેણે મેસેજ વાંચ્યો, “શુભ સવાર ! ગેટ રેડી, 20 મીનીટ્સ !” રામના કાળજીભર્યા સથવારાને કારણે જ તે મુસીબતભર્યા અપડાઉન સરળ બનાવી શકી હતી, કદાચ ! એક સ્ત્રી માટે ઘરથી દૂર નોકરી અજીબ મુસીબત બનતી હોય છે.
તેણે પોતાનો હાથ લાંબો કર્યો અને કાળા વાદળા જેવા લાંબા વાળ ઓશિકા ઉપર પથરાયેલા હતા તે ભેગા કર્યાં. કાળા વાળ ઉપર સૂર્યનાં ચમકતા કિરણો જાણે મેઘધનુષ બનાવતા હતા. તેણે ટટ્ટાર બેસીને બે હાથે અંબોડામાં વાળ ગુથ્યા. ને પીન ભરાવી. તેની આંખ હજીયે નિંદરભીની હતી. બંધ આંખમાં પણ તેને રામનો SMS દેખાતો હતો.
બંધ આંખમાંથી પોતાની સુંદર હથેળીઓ, ચમકતી બંગડીઓ વાળી જોઇ, તેની નીચે સોનેરી ઘુઘરી રણકાવતા સુંદર ચરણ પણ જોયા, જાણે ન જોયા કર્યાં. કારણ બંધ આંખ રામનાં વિચારમાં જ હતી.
અનાયાસ જ તે ઉઠીને બાથરૂમ તરફ ચાલી, બંધ આંખે તે બેઝીન સુધી પહોંચીને અરીસામાં તેણે પોતાની પ્રતિકૃતિ જોઇ ને, કોઇપણ મોહી પડે તેવું મીઠું હસી, ને તેની આંખ હાસ્યથી જીણી થઇ. કેટલી સુંદર હતી પોતે.
હજી કાલે તો પપ્પાએ કહ્યું હતું કે, “હવે તું લગ્ન કરી લે, તને કોઇપણ સારો છોકરો હા પાડી દેશે.” ને વળી તેને રામ યાદ આવ્યો, “મેરી એક ભી બાત રામસે મીલતી નહી હૈ, ઔર વહી બાત હમેં હંમેશા રોજ રોજ મિલાતી હૈ.” તે ફરી હસી.
પંદરમી મીનીટે તે સેન્ડલ પહેરતી હતી. રોજ સવારે તે બધાની મોટાભાગની રસોઇ બનાવીને નિકળતી. પરંતુ આજે બધા બહાર લગ્નમાં ગયા હતા તેથી તેણે ખાલી સેન્ડવીચીઝ ઓવનમાં બનાવી લીધી.
શિમોનનાં ઘરમાં મમ્મી, પપ્પા, ભાઇ, ભાભીને તેમની 4 વર્ષની દીકરી હતા. શિમોનનાં ઘરનાં મૂળ ગોવાનાં હતા પણ અમદાવાદ સેટલ થઇ ગયા હતા. તે અમદાવાદથી કલોલ અપડાઉન કરતી. તે ફાર્મસીમાં કામ કરતી હતી.
રામ પણ કલોલમાં જ ઇન્સ્યુરન્સ કંપનીમાં એક્ઝીક્યુટીવ હતો. તે ખરેખર, ‘રામજી’ જેવો જ ભલો ભોળો હતો. ખંતથી નોકરી કરવાની ને પગાર પત્નીને આપી દેવાનો. પત્ની કુટુંબ ને છોકરા સાચવે ને ભણાવે. ધેટ્સ ઓલ ! નોકરી પછી રામને એક બીજું કામ હતું, વાંચવું ! – તે પણ નોન સ્ટોપ.
આમ શિમોનને રામ અપડાઉનનાં સાથી છે. પરંતુ એકબીજાનાં અનંત પ્રેમમાં છે. બંનેનાં વ્યક્તિત્વ, વય, જાતી, પ્રાંતનાં અતિ… તફાવત છતાં પ્રેમ અનંત છે ! કદાચ બીજા કોઇ કારણો વગર કુદરતી રીતે જ પ્રેમમાં છે.
પ્રેમ શબ્દ ક્યારેક બહુ છિછરો લાગે તેમ વપરાય છે. આથી તે રામ અને શિમોન માટે ન વપરાય તો સારું એવું મને લાગે છે. જ્યારે કોઇના ચુંબકીય વ્યક્તિત્વને કારણે તેનાં સાથની આદત બની જાય છે. ધીરે ધીરે તે આદતનું બંધાણ થઇ જાય છે.
રામ અને શિમોન લાંબા ગાળાનાં સાથ પછી એકબીજાનાં બંધાણી બની ગયા હતા. અને ના ! આ કોઇ ગોપિસ સ્ટોરી નથી. તમે રસમાં ચકચૂર થશો જ પરંતુ કોઇ ન્યુઝ ચેનલ જેમ ‘આગે દેખતે રહીએ’ તેમ કોલાહલ કે હલચલની આશા રાખતા હો તો મહેરબાની કરીને વાંચતા જ નહીં. કારણ કે આવી નાજુક પ્રેમની ને પ્રેમનાં બંધાણની વાત કોઇને ને કોઇને જીવનમાં ક્યારેક તો સ્પર્શી જ હોય છે.
તેમની મુલાકાતનાં પ્રથમ દિવસે, બંને એક સાથે જ બસમાં ચડ્યા હતા. તેથી બંને એક જ સીટમાં બેઠા. તરત જ પાસ બતાવીને રામે પોતાનુ ચશ્મા પહેરેલું માથું ચોપડી ખોલી ને તેમાં ઘુસાડી દીધેલું.
શિમોનનો પહેલો દિવસ હતો, ડ્યુટી જોઇનીંગનો. તેને કલોલ વિશે પુરી માહિતી પણ ન હતી. તેને રામને પૂછવું હતું. પણ રામ જેનું નામ. જાણે આસપાસ કોઇ છે જ નહીં તેમ વાંચવાનું ચાલુ રાખ્યું.
ત્યારે શિમોને ખીજાઇને તેની બુકનાં પેઇજ ઉપર સફેદ રૂમાલ મૂકી દીધો, ને કહ્યું, “આપ રોજ ઇસી તરહ પુરી જર્નીમે પઢતે રહતે હૈ ?”
રામ ત્યારે જાગ્યો હતો, પુસ્તકનાં અદ્રશ્ય શમણામાંથી અને તેણે સહેજ આશ્ચર્યનાં ભાગ સાથે શિમોનને હાય ? કહ્યું હતું. તેનાં ચહેરા પર અપાર શાંતિ હતી. તેની નિર્દોષ અને પારદર્શક આંખને શિમોન જોઇ રહી. આટલી ગીરદી, સવારની બફારાવાળી ગરમી, અવાજ વચ્ચે તેની બ્રાઉન આંખ કેટલી શાંત હતી, શિમોને વિચાર્યું, “ઉફફ… યે આદમી જરૂર બહેરા હોગા.” તેણે મોટેથી કહ્યું, “આપ ઇતના રોજ પઢતે હો ?” તેણે જાડા પુસ્તક તરફ આંગળી કરીને પૂછ્યું.
રામે સ્મિતથી જ હા કહી હતી. પ્રથમ દિવસની આ કહાની. રામને સ્મિતથી હા-ના કહેવાતી હોય તો હોઠ ખોલવાની ટેવ ન હતી. તે કાયમ શાંત રહેતો, જાણે હિમાલયનો જોગી.
ધીરે ધીરે સાથે અપડાઉન કરતા શિમોન બને ત્યાં સુધી તેની સાથે તેજ સીટ પર બેસવાનું રાખતી. કારણ તેને આ શાંત જોગી સાથે સેફ્ટી લાગતી. બીજા અપડાઉનીયાઓને શિમોન એક ટાઇમપાસ રમકડું લાગતી. તે વાત શિમોન બહુ જલદી જ સમજી ગઇ હતી.
શિમોને ટુંકા સમયમાં જ એ નોંધ લીધી હતી કે ડ્રાઇવર – કંડકટર તથા સહ પ્રવાસીઓ પણ રામને પુરતું માન આપતા ને તેની સાથે કોઇ મોટેથી કે લાંબુ બોલતા નહી. વાતો ઇશારાથી કે ટુંકાણમાં વાતો થતી. રામ પાસેથી કોઇ પ્રોબ્લેમનો ઉકેલ લાવવાનો હોય તો જ વાત થતી.
આમ, અપડાઉન એકંદરે ઘરની એક સંયુક્ત કુટુંબની ભાવના જેવું શિમોનને લાગવા માંડ્યું.
શિમોને જોયું કે તેને તો રામને વાત કર્યા વગર ચાલતું જ નથી, તે પોતાની નાની નાની વાતો પણ રામને કહેવા લાગી હતી. તેનાં પ્રોબ્લેમ રામ શાંતિથી સાંભળતો, તે ક્યારેય નિર્ણય લઇ ન લેતો, તે શિમોન પાસે જ જે તે પ્રોબ્લેમનાં નિર્ણય લેવડાવતો.
ક્યારેક શિમોન પૂછતી, ‘આપ અગર મેરી જગહ હોતે તો ક્યા કરતે ?’
રામે હસીને ત્યારે કહ્યું હતું કે, “Personality is good when u r communicating with others, personality is barrier when u start communicating with yourself” – Osho.
ક્રમશઃ
You can leave a response, or trackback from your own site.



One Responses to this article
like it story