મારી ભાષા તું ગુજરાતી…..- રમેશ પટેલ(આકાશદીપ) 02/23/13

ગુજરાતી ભાષાનો થોડોક ઈતિહાસ મમરાવીએ તો કેવું? …………………………… અગિયારમી સદીમાં જૈન શાસ્ત્રો…’સિધ્ધહેમના દુહાઓ’ માં ગુજરાતી ભાષાનું બીજ કે ઘડતરની શરુઆત થઈ અને ૧૧૮૫-‘ભર્તેશ્વર બાહુબલી રાસ’માં સ્પષ્ટ . . ગુજરાતી ભાષાનાં ...


ગુજરાતી ભાષાનો થોડોક ઈતિહાસ મમરાવીએ તો કેવું?
……………………………
અગિયારમી સદીમાં જૈન શાસ્ત્રો…’સિધ્ધહેમના દુહાઓ’ માં ગુજરાતી ભાષાનું બીજ કે ઘડતરની શરુઆત થઈ અને ૧૧૮૫-‘ભર્તેશ્વર બાહુબલી રાસ’માં સ્પષ્ટ .
.
ગુજરાતી ભાષાનાં દર્શન થયાં.આ ભાષા-લિપિ અપભ્રંશ મિશ્રિત હતી.
.
તે ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિ ગણાય છે.
.
પંદરમી સદીમાં સંત નરસૈયાના પદોમાં શુધ્ધ ગુજરાતી અને ગુણોના પગરવ સંભળાયા અને તેથી સંત નરસિંહ મેહતા આપણા આદ્ય કવિ છે.
.
ગુજરાતી ભાષાને ‘ગુજરાતી’ એવું નામકરણ શ્રી પ્રેમાનંદ દ્વારા પ્રાપ્ત થયું અને ગુજરાતી ભાષાને સન્માન અપાવવા માટે તેમણે પાઘ નહીં પહેરવાની ટેક લીધી.
.
આજે ગુજરાતી સાહિત્યમાં તેમના આખ્યાનોમાં જે રસ વૈવિધ્ય છે તે માટે કહેવાય છે કે તેમના પેગડામાં પગ ઘાલે એવો વિરલો હજુ મળવાનો બાકી છે.
.
૧૮૫૦માં એવાજ ટેકધારી નર્મદ અને શ્રી દલપતરામ ,અર્વાચીન યુગમાં મળ્યા અને ગુજરાતી ભાષાન અર્વાચીન યુગનો પ્રારંભ થયો.વીર નર્મદે ‘મંડળી
.
મળવાથી થતા લાભ’ નો પ્રથમ નિબંધ આપણને આપ્યો.
.
એક મત પ્રમાણે ઋગવેદની વૈદિક ભાષા સૌથી પ્રાચીન છે પછી સંસ્કૃત અને અન્ય ભાષા દ્વારા વિશ્વની પ્રગતિ ને સંસ્કૃતિના મંડાણ થયા.
.
આપણી ગુજરાતી ભાષાનો ઈતિહાસ કહીએતો…
.
સુધારક યુગ-૧૮૫૦થી ૧૮૮૫
.
પંડિત યુગ-૧૮૮૫થી ૧૯૧૫
.
ગાંધી યુગ-૧૯૧૫થી ૧૯૫૦
.
અનુ ગાંધી યુગ-૧૯૫૦થી૧૯૭૫
.આધુનિક યુગ-૧૯૭૫થી …અનુ આધુનિક યુગ…
.
સંકલન…. આભાર..ગુજરાત સમાચાર(GS News)…. રમેશ પટેલ(આકાશદીપ)
.
મારી ભાષા તું ગુજરાતી…..રમેશ પટેલ(આકાશદીપ)
.
પ્રભાતિયા જેવી પુનિત જ મારી ભાષા તું ગુજરાતી
.
માતૃભાષા દિન ઉજવે વિશ્વને, ચાહ ઘણી ઊભરાતી
.
‘નાગદમણ ‘નો આદિ કવિ વ્હાલો રે ભક્ત નરસૈયો
.
પ્રેમાનંદ તું ધન્ય જ રે ટેકી, શતવંદી ગુર્જર છૈયો
.
ખુલ્યા ભાગ્યને મળ્યા રે નર્મદ દલપત અર્વાચીને
.
ને મલકાણી ભાષા ગુજરાતી હસતી રમતી દિલે
.
મેધાવી સાક્ષર મોટા હાલે જાણે ,અસ્મિતા વણઝાર
.
ગાંધી આધુનિક યુગ મહેકે મોભે , ધરી કનકી ઉપહાર
.
મોગલ, અરબી, ફારસી- અંગ્રેજી ,ને બંગ રંગ તવ મજાના
.
ગુર્જર ભાષાએ ઝીલ્યા ભાઈ, વિશ્વતણા શબ્દ ખજાના
.
ફેબ્રુઆરી એકવિસમો , દિન વિશ્વ માતૃભાષાનો ગરવો
.
ગુર્જર લોકસાહિત્ય સાગર તીરે માણું રે ચાહત જલવો
.
રમેશ પટેલ(આકાશદીપ)

You can leave a response, or trackback from your own site.

No Responses to this article

Leave a Reply

close comment popup

Leave A Reply

Copyright | Disclaimer

Developed by Soft 'N' Web

Powered By Indic IME