ઓગષ્ટમાસની પ્રથમ કાવ્ય વિજેતા રચના – ચિત્ત શાંતિ —સરયૂ પરીખ 09/07/10

વાતા વંટોળના  મોઘમ  ઘુમરાવામાં, એક  એક   પાંદડું  વીણું રે  સખી!  એક  એક  પાંદડું  વીણું…. ચિત્તના  ચકરાવામાં, ઝડપી  આ  જાળામાં, પૃથક  આ  પહેલીઆ  પિછાણું, રે  સખી!  પૃથક  આ  પહેલીઆ  પિછાણું….. વીત ...


વાતા વંટોળના  મોઘમ  ઘુમરાવામાં,
એક  એક   પાંદડું  વીણું
રે  સખી!  એક  એક  પાંદડું  વીણું….

ચિત્તના  ચકરાવામાં, ઝડપી  આ  જાળામાં,
પૃથક  આ  પહેલીઆ  પિછાણું,
રે  સખી!  પૃથક  આ  પહેલીઆ  પિછાણું…..


વીત વીતને  વાગોળી  નમ્રતાથી  સમજાવું,
ક્ષમા મંત્ર  મનમાં  મમળાવું,
રે  સખી!  ક્ષમા  મંત્ર  મનમાં  મમળાવું…..

તારા  કે  મારા કો’   ખરતાં રુહિ  ફૂલોને,
ઓશીકું   આપી   સૂવરાવું,
રે  સખી!  ઓશીકું  આપી  સૂવરાવું…..


ચિત્તની  ચંચળતા છર, અંતરની  ભાગદોડ,
અચર   તર્પ    કોઠે   પ્રસરાવું,
રે  સખી!  અચર  તર્પ  કોઠે  પ્રસરાવું,….

એક  એક  સપનાની  સંપૂરણ  દીપ શગ,
શાંત  મધુર   લયમાં  વહાવું ,
રે  સખી!  શાંત  મધુર  લયમાં  વહાવું….
———–
રુહિ=આંખનો ખૂણો,   તર્પ=સંતોષ


You can leave a response, or trackback from your own site.

22 Responses to this article

 
Vijay Shah September 15, 2010 Reply

abhinandan
I am happy for you and wish your creativity increase day by day….

 
rekha September 15, 2010 Reply

ધન્યવાદ ! બહુ સુંદર રચના !

 
Navin Banker September 15, 2010 Reply

very good. Congratulation, Saryuben.

 
Navin Banker September 15, 2010 Reply

Very Good. Congratulation, Saryuben.

 
nilam doshi September 15, 2010 Reply

congratulations sarayuben..nice poem..like it…all the best for many more…

 
sapana September 15, 2010 Reply

અભિનંદન સર્યુ બેન!
સપના

 
pravina Avinash September 15, 2010 Reply

Congretulations , Saryuben
It is really wonderful poem.
Wish you all the best.

 
vishwadeep barad September 15, 2010 Reply

Saryueben,
Please accept out heartily congratulation..You are a proud of GSS.such a wonderful poem.

 
pragnaju September 15, 2010 Reply

અભિનંદન

અભિનંદન
ચિત્તની ચંચળતા છર, અંતરની ભાગદોડ,
અચર તર્પ કોઠે પ્રસરાવું,
રે સખી! અચર તર્પ કોઠે પ્રસરાવું,
ખૂબ સરસ

ચિત્તની એકાગ્રતાને માટે બહારનાં સાધનો જેમ જેમ બતાવીએ તેમ તેમ આ અંદરનું ચક્ર વધારે ને વધારે જોરથી ફરવા માંડે છે. તમારે જોઈએ તો આસન વાળો, ટટાર બેસો, નજર સ્થિર કરો, પણ એટલાથી મનને એકાગ્ર નહીં કરી શકાય. મુખ્ય વાત એ છે કે મનની અંદરનું ચક્ર ફરતું બંધ કરતાં આવડવું જોઈએ.

બહારનો અપરંપાર સંસાર મનમાં ભરેલો હોય છે. તેને રોક્યા વગર એકાગ્રતા અશક્ય છે. આપણા આત્માની અપાર જ્ઞાનશક્તિ બહારની ક્ષુદ્ર વસ્તુઓમાં આપણે વાપરી નાખીએ છીએ. પણ એમ ન થવું જોઈએ. જેમ બીજાને ન લૂંટતાં પોતાની મહેનતથી પૈસાદાર થયેલો માણસ ખોટી જગ્યાએ પૈસા નહીં ખરચે તેમ આપણા આત્માની જ્ઞાનશક્તિ આપણે નજીવી ચીજોના ચિંતનમાં વાપરી ન નાખીએ. આ જ્ઞાનશક્તિ આપણી અણમોલ મૂડી છે. પણ સ્થૂળ વિષયોમાં આપણે તેને વાપરીએ છીએ. આ શાક સારૂં થયું નથી એમાં મીઠું ઓછું પડ્યું છે. કેટલી રતી અલ્યા ઓછું પડ્યું ? મીઠાની અરધી કણી ઓછી પડી એ મહાન વિચારમાં ને વિચારમાં આપણું જ્ઞાન વપરાઈ જાય છે. નાના છોકરાંને નિશાળની ચાર દિવાલ વચ્ચે ગોંધીને ભણાવે છે. ઝાડ નીચે લઈ જઈને બેસાડીએ તો કહે છે કે કાગડા ને ચકલાં જોઈને તેમનું મન એકાગ્ર નહીં થાય ! આખરે નાનાં છોકરાં રહ્યાં ! કાગડા ને ચકલાં જોવાનાં ન મળે એટલે થઈ ગઈ તેમની એકાગ્રતા !

 
Pradip Brahmbhatt September 16, 2010 Reply

Saryuben,
Thank you.It is proud for Houston GSS too.
Pradip Brahmbhatt

 
Deepak Bhatt September 16, 2010 Reply

Saryuben,

Our hearty congratulations. WE are very proud of you. Thanks.

 

અભિનંદન સરયુબેન,
રચના પણ સુંદર છે અને એક-એક પંક્તિમાં અભિવ્યક્ત ભાવ એક સરસ ભાવ-વિશ્વ ખડું કરે છે.

 
Hemant Gajarawala September 16, 2010 Reply

Hearty congratulations, Saryubahen but translating your innermost feelings, routines of life, your daily affairs with grand children and for expressing simple but subtle manner, the extract of worry-free life as you did below:

વીત વીતને વાગોળી નમ્રતાથી સમજાવું,
ક્ષમા મંત્ર મનમાં મમળાવું,
રે સખી! ક્ષમા મંત્ર મનમાં મમળાવું…..
It embodies true spirit of ક્ષમાપના અને मिछामिदुककदम. I enjoyed the sensitivity and it was a pleasure to start my day with such a beautiful poem.
With best regards to you and the family who continue to inspire such creations..

 
hema patel. September 16, 2010 Reply

hearty congratulation saryuben.
Iam very happy to read this.
ghanij sundar rachana.

 
ઇન્દુ શાહ September 16, 2010 Reply

congratulations saryuben we are very proud of you
પર્યુસણ પર્વની સમાપ્તિ અંતે મન કાયા વચનથી ક્ષમાપના .
ઇન્દુ રમેશ

 
chiman Patel "CHAMAN" September 16, 2010 Reply

Congratulation, Saryuben.
Keep it up.

 
chiman Patel "CHAMAN" September 16, 2010 Reply

Congratulations.
keep it up for all of us.

 
MANHAR MODY September 17, 2010 Reply

good job, saryuben.

 
હરીશ ભટ્ટ February 17, 2011 Reply

હવે તો તમારી અટક સાથે ઓળખાણ પડેલ છે એટલે કયા સર્યુંબેને આ સુંદર કાવ્ય સર્જેલ છે તેની તરત ખબર પડી.
અભિનંદન અને ધન્યવાદ.

 
Saryu Dilip Parikh February 22, 2011 Reply

પ્રિય સાહિત્યપ્રેમી મિત્રો,
આજે એમ જ આ રચના ખોલતા પ્રેમાળ પ્રતિભાવો વાંચી આશ્ચર્ય અને આનંદ થયો. મળતા રહેશો. સરયૂ મહેતા-પરીખ
http://www.saryu.wordpress.com

 
Dr P A Mevada March 24, 2011 Reply

માનનિય સરયૂબેન,
અભિનંદન! તમારી ઘણી રચનાઓ વાંચી છે, આ રચનાને પારખીને તારવી પહેલું ઈનામ મળે એ આનંદ.

 
jal May 3, 2012 Reply

CoNgR@TuL@TiOn….

Leave a Reply

close comment popup

Leave A Reply

Copyright | Disclaimer

Developed by Soft 'N' Web

Powered By Indic IME