SabrasGujarati.com

કોઈ દિ પુછ્યું તમારું નામ શું – ડો. જગદીપ નાણાંવટી
કોઈ દિ પુછ્યું, તમારૂં નામ શું,

મૌન ના બબડાટનો અંજામ શું…

શ્વાસના પગલા ભરૂં તારે નગર,

આંગણે પૂગ્યા, હવે વિશ્રામ શું…

આંખમાં આંજી સુરા નિરખો જરા,

મૈકદામા નામ શું બદનામ શું…

શાહીને મન શું હરખ કે ખરખરો,

બુધ્ધને પુછો નહીં, નિષ્કામ શું…

લ્યો કરી પુરી જીવનની હોડ મેં,

ક્યાં ખબર અમને કે છે ઈનામ શું…

સંબંધોના સથવારે મળતાં રહીશું – સુનીલ શાહ
સંબંધોના સથવારે મળતા રહીશું,

એકમેકના પ્રેમમાં ઓગળતા રહીશું…

ને સજાવી વસંતોની એ યાદોને,

છેવટે પાનખરમાં નીખરતાં રહીશું…

આમ તો વસીએ ભુમિ પર પણ,

નભના તારા સમ ખરતા રહીશું…

નથી આમતો હું ચાંદનીનું તેજ,

પણ અમાસમાંય મળતા રહીશું…

ખેલ નીત નવા દેખી આ જગતના,

સાપસીડીમાં સદાય લપસતાં રહીશું…

ઉગે સુર્ય આથમણે કદીક જો,

તો ગગનમંડળે સદા ચમકતા રહીશું…

- સુનીલ શાહ

ભૌમિતીક ગઝલ – નયન દેસાઈ
લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,

વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,

હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક શોધીએ,

કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે,

ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,

શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

એક પ્રશ્નપત્ર – કવિ ઉદયન ઠક્કર
1. હાથ પરોવો હાથોમાં ને આંગળીઓની વચ્ચે રહેલી ખાલી જગ્યા પૂરો.

2. અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો,

કેમ, ખરું ને……..

“હા” કે “ના”માં જવાબ આપો.

3. (આવ, હવે તો ભાદરવો વરસાદ થઈને આવ, મને પલળાવ ! )

કૌંસમાં લખ્યા પ્રમાણે કરો.

4. નાની પ્યાલી ગટગતટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો’તો ત્યાં તમને જોયાં. તમને જોઈ  તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છું

:રસ-આસ્વાદ કરાવો.

5. શ્વાસોચ્છવાસો કોના માટે ? કારણ પૂરાં પાડો.

6. છેકાછેકી બને તેટલી ઓછી કરવી.

(સાફસૂથરો કોરોકટ બસ તને મળ્યો છું)

7. “તમને હું ચાહું છું, ચાહીશ, “કોણે,કયારે,કોને,આવી પંક્તિ(નથી)કહી ?

8. હવે ખુલાસો. આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો. નહિતર કેંન્સ્લ વ્હોટ ઈઝ

નોટ એપ્લીકેબલ.

=કવિ ઉદયન ઠક્કર

મિલીના ઘર તરફ… – યામિની ગૌરાંગ વ્યાસ
ડાયાલીસીસ બાદ શુભાંગી ગજબની સ્ફુર્તિ અનુભવતી હતી. પરંતુ એ લાંબુ  ચાલે એમ ન  હતુ. બંને કિડની કામ ન કરતી હોવાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ જ  આખરી ઉપાય હતો.

સેવ લાઇફ ઇન્સ્ટીટ્યુટ ના છઠ્ઠા માળે આજે શુભાંગી અને કિડની ડોનર  ડો.મિલીના  ઇન્ટરવ્યુ હતા. માંડ ત્રેવીસ ચોવીસની આ સોહામણી યુવતી શા માટે  પોતાની કિડની ડોનેટ  કરી રહી હતી? એને પૈસાની કોઇ મોટી જરુરિયાત હશે કે  માનવીય લાગણી ? શુભાંગીના મનમાં  પ્રશ્ન થયો હતો, ડો, મિલી દોઢેક મહિના  પહેલા જ એમ, બી. બી.એસ.થઇને ઇન્ટર્નશીપ કરવા  આ ઇન્સ્ટીટ્યુટમાં જોડાઇ હતી.  વારંવાર ડાયાલીસીસ કરાવવા આવતી શુભાંગીના કેસથી એ  વાકેફ હતી.શુભાંગીના  પતિ સૌરભ અને એક્ના એક પુત્ર આનંદની કિડની મેચ થતી ન હતી માટે  ડોનરની શોધ  ચાલી રહી હતી.આમ પણ મોટા બીઝનેસમેન સૌરભ ને પત્નીની જીંદગી બચાવવા ગમે   તેટ્લા પૈસા વેરવા પડે તો વાંધો આવે એમ ન હતું. આ બાજુ ખુબ જ સાધારણ  ફેમિલિની  ડો.મિલી પોતાની ‘મા’ ની ઓપન હાર્ટ સર્જરી માટે જરૂરી રકમ મેળવી  શકે એમ હતી.  બ્લડગ્રુપથી માંડીને દરેક રિપોર્ટસ બંનેના પરફેકટ મેચ થતા  હતા. શુભાંગી કિડની  વેચાતી લઇ રહી હોવા છતાં એના દિલમાં ડૉ.મિલી વસી ગઇ  હતી. શુભાંગીએ પ્રથમ પ્રેગનન્સી  વખતે કરાવેલા ગર્ભ પરીક્ષણમાં ફીમેઇલ  ચાઇલ્ડ હોવાથી એબોર્શન કરાવ્યું હતું. એનો એને  ભારો ભાર રંજ થયો. ‘પોતાને  દીકરી હોત તો કદાચ આવડી હોત !’

મા-બાપની લાડલી મિલીએ બિમાર માને કિડની ડોનેશનની વાત કરી ન હતી .પરંતુ  બાપુને  સોગંદ આપીને પણ સમજાવી લીધા હતા. એ જ હોસ્પિટલના બાજુના યુનીટમાં  વર્ષોથી સ્વીપર  તરીકે નોકરી કરતા માથુરની એ એક્ની એક દીકરી હતી.  હોસ્પિટલના કૅમ્પસમાં જ નાચી કુદી,  મોટી થઇ હતી. નાનપણથી જ ભણવામાં તેજ  મિલી સફેદ એપ્રન પહેરેલા ચપળ ડોક્ટર્સને  દોડાદોડી કરતા જોતી ત્યારથી એને  પણ દર્દીની સેવા કરવા ડોક્ટર બનવાની ઇચ્છા હતી.  માથુર ખુબ મહેનત,ધગશ અને  લાગણીથી બધાનું જ કામ કરતો એટલે સૌને એના માટે માન હતુ.  હોસ્પિટ્લ  સ્ટાફ્ના ઘણા ડોક્ટર્સએ મિલીને ભણાવવામાં મદદ કરી હતી. ભણીને એ જ   હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ માટે આવી હતી. ઓછા ભણેલા માથુરને દીકરી પર અતુટ  શ્રદ્ધા  હતી. દીકરી કહે એ સાચું ને સારું જ હોય એમ એ માનતો. માની  હાર્ટસર્જરી માટે હોસ્પિટલ  તરફથી મદદ તો મળે છતાં એની ટ્રીટ્મેન્ટમાં ખુબ  ખર્ચ થાય જે કિડની ડોનેશન દ્વારા  મેળવી શકાય એવી મિલીની ગણતરી હતી.

નિયત તારીખે કીડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન થઇ ગયું. હોસ્પિટલમાં  શુભાંગી  જેટલી જ કાળજી મિલીની લેવાતી હતી. એને જલદી રજા મળી ગઇ. ફક્ત થોડા  દિવસ આરામ કરવાનો  હતો. શુભાંગીના શરીરે પણ નવી કીડની સ્વીકારી લીધી હતી.  તબીયત પણ સુધારાજનક હતી. એને  રજા આપવાની હતી . એ દિવસે માથુર શુભાંગીને  મળવા ગયો. એને નક્કી કરેલી રકમ તો  ઓપરેશનના દિવસે જ મળી ચૂકી હતી. કોણ  જાણે કેમ માથુરની ભોળી આંખોમાં શુભાંગીને મિલી  જ તરતી દેખાતી. થોડી વાત  કર્યા બાદ વિદાય લેતા માથુરે પોતાના હાથમાં પકડેલી થેલી  નીચે મૂકી નમસ્તે  કર્યું. શુભાંગી ચમકી, અંકોડીથી ગૂંથેલી સફેદ થેલીમાં વચ્ચે  કેસૂડાંનાં બે  ફૂલ ગૂંથ્યાં હતાં. આવી જ થેલી એણે પણ જાતે ડિઝાઇન કરી ગૂંથી હતી  ત્યારે  સૌરભે ટકોર પણ કરેલી. ‘તને તો કેસરી –ભગવો રંગ બહુ ગમે !’

‘હા, બહુ ગમે,  આમ તો કામણગારો છતાં ત્યાગ, બલીદાનનો રંગ, વળી કેસૂડાને  આનાથી વધુ ક્યો રંગ સોહે?’  આ વિચાર કડી ચાલતી હતી ત્યાં જ શુભાંગીની નજર  સામેથી માથુરે થેલી ઉઠાવી લીધી, જાણે  વિચારતો હોય, કિડનીની માફક થેલી પણ  નજરે ચઢે તો વેચાતી ન લઇ લે! પૈસાદારનું શું  કહેવું?

શુભાંગી પળમાં ભૂતકાળમાં સરી પડી. સામાન્ય ઘરની સ્માર્ટ અને સુંદર  શુભાંગી નોકરી  માટે ઇન્ટરવ્યૂ આપવા ગઇ ત્યારે પેનલમાં બેઠેલા મા અને દીકરા  બંનેની નજરમાં કિલક થઇ  ગઇ હતી. દુર્ગાદેવી યુવાન વયે પતિને ગુમાવ્યા  બાદ,ખુબ સંઘર્ષ કરી,એકલે હાથે બીઝનેસ  સંભાળતા હતા. એમણે શુભાંગીને પર્સનલ  આસીસ્ટન્ટ તરીકે પસંદ કરી ને દીકરા સૌરભે  પ્રિયતમા તરીકે. થોડા પરિચયમાં  આવ્યા બાદ શુભાંગી પણ સૌરભને ચાહવા લાગી. કડક  સ્વભાવની દુર્ગાદેવીના  હૃદયમાં લાગણીનું મધ્યબિંદુ ફક્ત એક્નો એક પુત્ર સૌરભ જ હતો.  એની ખુશી  માટે અમીર-ગરીબના ભેદભાવ વિના વગર આનાકાનીએ દુર્ગાએ સૌરભ-શુભાંગીનાં લગ્ન   કરાવી આપ્યા. પરંતુ એ ઇચ્છતી, કહોકે ,એની પ્રબળ ઇચ્છા હતી એક્ના એક પૌત્રની  દાદી  બનવાની. વંશવેલો વધારનાર વારસદાર પુત્ર જ હોય,એ પણ એક જ. કોઇની પણ  ભાગીદારી વગર  એક્નો એક પૌત્ર ભવિષ્યમાં બીઝનેસ સંભાળે ને વધારે તો એની શાન  જળવાય અને  દુર્ગાદેવીનો સંઘર્ષ સાર્થક ગણાય. વળી દીકરીના વડીલો એ ક્યારેક  નમીને ચાલવું પડે એ  એમને હરગીઝ મંજૂર ન હતું. એટલે એણે સ્પષ્ટ શબ્દોમાં  શુભાંગી-સૌરભને કહી દીધું કે ‘આ  ઘરમાં છોકરી જન્મ લેશે નહીં.’ અને એની  ઇચ્છા વિરુધ્ધ સૌરભ કે શુભાંગીએ બોલવાનું કે  વર્તવાનું હતું જ નહીં.

શુભાંગી ને પ્રથમ પ્રેગનન્સી દરમ્યાન ગર્ભ પરીક્ષણમાં ફીમેઇલ ચાઇલ્ડ  હોવાથી દોઢ  મહીનામાં જ એબોર્શન કરાવવું પડ્યું હતું. થોડા સમય બાદ ફરી  પ્રેગનન્સી રહી ત્યારે  દુર્ગાદેવીએ પ્રખર જ્યોતિષને બતાવી પુત્ર  પ્રાપ્તિની મોંઘી વિધિ કરાવી હતી અને  અભિમાનથી કહ્યું હતું કે, વગર  પરીક્ષણે કહી આપું કે દીકરો જ અવતરશે. આ જ્યોતિષનું  કદી ખોટુ પડતું જ  નથી.’ દુર્ગા આ વખતે શુંભાગીનીની ખૂબ કાળજી રાખતી અને દરરોજ  શુંભાગીને  મંદીરે લઇ જઇ જ્યોતિષે કહ્યા મુજબની પુજા કરાવતી. આ ક્રમ છેલ્લા મહીના   સુધી જળવાયો. એવામાં એક દીવસ પૂજા કરીને સાસુ વહુ મંદીરના પગથિયાં ઉતરતા  હતા ને  સાડીનો છેડો પગમાં ભરવાતાં શુંભાગીનો પગ લપસ્યો ને પછી…. દોડાદોડ,  હોસ્પિટલ ને  ઇમરજન્સી……દોઢ દીવસ શુંભાગી કોમામા રહી, બાળક ન બચાવી શકાયું  પરંતુ શુંભાગી ઉગરી  ગઇ. બે વર્ષ હતાશામાં ગયા બાદ ફરી આનંદના દીવસો  આવ્યાં. સાસુમાની ઇચ્છા પૂરી થઇ.  દીકરો જન્મ્યો, આનંદ નામ રાખ્યું એ સાથે  દુર્ગાદેવીની એકના એક પૌત્રની નેમ જળવાઇ  રહી.

ફરી નજર થેલી તરફ ગઇ ને યાદ આવ્યું કે, ‘એ ગુંથેલી થેલીમાં પૂજાનો સામાન  લઇ રોજ  મંદીરે જતી પરંતુ તે દિવસે પગ લપસતા સીધા હોસ્પિટલ ભેગા થવું  પડ્યું ત્યારે થેલી  મંદીર પાસે જ પડી ગઇ હશે, તે આ થેલી તો ન હોય?’

એણે માથુરને પૂછ્યું, ‘વેચાતી  આપીશ?’

માથુર એક ઝાટકે બોલી ઉઠયો: ‘ચામડી કહો તો ઉતારી આપુ, આ થેલી ના આપું. આ   મારી ભાગ્ય થેલી છે. એમાં ફક્ત ઘરેણાં જ મૂકીએ છીએ. મિલીના કહેવાથી, આવેલા   પૈસામાંથી સૌ પ્રથમ એની મા ના ગીરવી રાખેલા ઘરેણા લેવા જઉ છું.’

શુંભાગીએ ફરી  કહ્યું, ‘તારી દીકરીએ તો કીડની આપી, તું એક થેલી ના આપી શકે?’

માથુરે થેલીને  હૈયા સરસી ચાંપીને આંખમાં ઝળઝળીયાં સાથે કહ્યું : ‘મારી  પત્નીને યુવાનીમાં જ હૃદયની  બીમારી હતી. એ બાળકને જન્મ આપી શકે એમ ના હતી.  મને તો કચરાપેટી નજીક આ થેલીમાંથી જ  મિલી મળી છે. એટલે જ તો એનું નામ  મિલી છે…’ છેલ્લું વાક્ય બોલાતું હતું ત્યાં જ  દુર્ગાદેવી ને સૌરભની રૂમમા  એન્ટ્રી થઇ. બંને ચોંકીને એક્બીજા સામે તાકી રહ્યાં.  સૌરભ અંદરથી હલબલી  ઉઠયો, શુંભાગીના પગ પાસે ફસડાઇ પડ્યો, દુર્ગાના મોઢામાંથી આહ  નીકળી ગઇ,  ‘મિલી, મારી જ કુળદીવડી !!!’

માથુર કાંઇ ના સમજ્યો. પરંતુ શુંભાગીના મનમાં પારાવાર કળતર સાથે એક એક  અંકોડો  ખૂલતો ગયો. આંદોલિત થતો ગયો. ‘પૂજાની થેલી, મરેલું બાળક (કે જીવતી  બાળકી)  કચરાપેટી…..ઓહ …….ઓહ!’ ને સાથે જ પોતાના શરીરમાં આરોપાયેલી જીવંત  કીડનીનાં રૂપમાં  મિલીના ગર્ભને અનુભવી રહી, વિચારવા લાગી, ‘દીકરી! તે તો  જન્મ આપનાર ને પાલક મા,  બંને માતાને જીવતદાન આપ્યું. ખરેખર, દીકરી લેવા  નહીં, દેવા જ આવતી હોય છે, ધન્ય છે  તને! ત્યાં જ દુર્ગાદેવીના ઉચ્ચાર  સંભળાયાં, ‘માફ કરી દે દીકરી! હું જ તારી ગુનેગાર  છું’ બોલતાની સાથે જ  એમણે દોટ મૂકી. શુંભાગી ગભરાઇ, બોલી, ‘સૌરભ, મમ્મીજી કયાં  ગયાં?’ ‘અરે,  એમણે તો દોટ મૂકી.’, ‘હાય, હાય ક્યાં? હાય રામ!’ ‘મિલીના ઘર તરફ…’

પુષ્પ : પમરાટ નુ કાવ્ય – કિંજલ વૈદ્ય
પુષ્પ ! આ શબ્દ સંભળતાં જ મનમાં સંવેદનાઓના અંકૂર ફૂટ્યાં હોય તેવું જણાવા લાગે. ચારેબાજુ મુલાયમ મુલાયમ વાતાવરણ છવાઈ જતું લાગે. પ્રસ્ફૂરિત થતી ઊષા અને અંકૂરીત થતી કળીની જુગલબંદી એક અવિસ્મરણિય ઘટના છે. અંકૂરીત થતી કળીનો પ્રથમ પમરાટ નાના છતાં નાજુક હાઈકુ ને વાંચ્યા પછીના સ્પંદન જેવો મખમલી અનુભવ !! ફૂલોની એક ઓળખ સૌંદર્યના પર્યાયની છે,પરંતુ ફૂલોની સાચી ઓળખ તેનામાં રહેલી સુગંધ ગણી શકાય. પ્રત્યેક પુષ્પને પોતાની આગવી સુવાસ છે.(મનુષ્ય જાત માટે આ વાત દીવો લઈને શોધવા સમાન છે).ફૂલોની આ સુવાસ એટલે સાક્ષાત સૌંદર્યની કવિતા !!

” લ્યો, વરસાદ આવ્યો અચાનક મળસ્કે

” સુગંધો નુ ઊઘડ્યું છે પુસ્તક મળસ્કે, “

ભગવતીકુમાર શર્માના આ મખમલી શેરને ફૂલો મહીંનો પમરાટ સાચ્ચે જ સર્થક કરે છે. કલ્પના કરો…. ! વહેલી સવાર નો કુણો, તરોતજા તડકો ખીલ્યો હોય ને વૃક્ષોની વનરાજીઓ વચ્ચે હુંફાઈ ને ખીલેલા ફૂલો મહીંથી પ્રસરતી સુવાસ હોય ! આ ઘટના જ સ્વયમ્ એક કવિતા છે, અને આ કવિતાને કોયલનો ટહુકો સ્વર પ્રદાન કરે છે ત્યારે રચાય છે સાક્ષાત દિવ્ય સંગીત !!

કહેવાયું છે કે, કાવ્યના સર્જન માટે વેદનામાંથી પસાર થવું પડે ત્યારે જ કાવ્ય રચી શકાય. ફૂલોના પમરાટ નુ કારણ કદાચ એ જ હશે ? કંટકો વચ્ચે પીસાઈને વેદના અનુભવતા પુષ્પો પણ પમરાટ સ્વરૂપે કાવ્ય સર્જે જ છે ને !! ઘર આંગણે કુંડામાં એકાદ ફૂલ ખીલ્યું હોય ત્યારે તેની મહેક એટલે સુંદર કાવ્યની નાનકડી પંક્તિ ! ફૂલો ખીલાવેલી નાની શી વાટિકા એટલે જાણે કાવ્યનુ નાનુ શુ પુસ્તક !! આજે તો હવે સુગંધ વગરના કેકટસ ઉછેરવાનો શોખ પણ ચાલ્યો છે તેને શું કહીશું ? અ-છાંદસ કાવ્ય જ સ્તો વળી !!! કેકટસ પણ આખરે તો ફૂલ જ છે ને ! ઘરની આસપાસ કે બગીચામાં ખીલી ઉઠેલા ફૂલોની મહેક ને વાયરો આસપાસ કે થોડે દૂર સુધી ફૂલોની આ સુવાસને પ્રસરાવે છે. બગીચામાં ખીલેલા અનેકવિધ પુષ્પોની વૈવિધ્યસભર ખુશ્બુને માહૌલમાં વહેતી મૂકતો વાયરો કાવ્યના પુસ્તકના પ્રકાશક જેવો જણાય છે !

ફૂલોની ખીલવાની શ્રેષ્ઠત્તમ ઋતુ એટલે વસંત. વસંતે ઉપવનમાં લટાર મારતી વખતે સંધ્યા સમયે જુદા જુદા ફૂલો મહીંથી પ્રસરતી સુગંધને સુરાવલી જાણે પુષ્પો દ્વારા રચાયેલા કાવ્યોનું કવિ સંમેલન જ જોઈ લ્યો !!!

આજે પુસ્તકો વાંચવાનો મહિમા ઘટતો જાય છે. પુસ્તકો વસાવવા કદાચ ખર્ચાળ જણાતા હશે, તેમાંય કવિતા વાંચનારા અલ્પ સંખ્યામાં જ રહ્યા છે ત્યારે સંવેદનશીલતાને જાળવી રાખવા હ્રદયસ્પર્શી કાવ્ય ન વાંચી શકો તો કાંઈ નહિ પણ આંગણાંમાં કે બાગ બગીચે કે ઉપવન મહીં ખીલેલી ફૂલોની સુગંધને શ્વાસમાં ભરી લેશો તો પણ એક મખમલી અહેસાસ થઈ આવશે !

………. કિંજલ વૈદ્ય

ગુજરાતી -અશોકકુમાર શાહ
હું મૂળ રહેવાશી ગુજરાત

શબ્દશહ ગુજરાતી

ભાષા મારી ગુજરાતી

હું વ્યક્ત કરું છું વિચાર

હું તો કરું છું પ્યાર

ભાષા મારી ગુજરાતી

મારું વતન સદાકાળ ગુજરાત

મને દિલો થી પ્યાર

ભાષા મારી ગુજરાતી

હું ભલે જાત તણો પછાત

હું ભલે ગામ તણો ગમાર

ભાષા મારી ગુજરાતી

હું શબ્દ તણો કુંભાર

હું શબ્દ તણો સુથાર

ભાષા મારી ગુજરાતી

મને શબ્દ ખેતી થી પ્યાર

મારો શબ્દધર્મ તણો સંસાર

ભાષા મારી ગુજરાતી

મારે  નિત નવા વિચાર

મારે ભાષાનો વહેવાર

ભાષા મારી ગુજરાતી

મારે શબ્દ તણાં સુધાર

મને શબ્દ સ્વપ્ના તણા સંચાર

ભાષા મારી ગુજરાતી

મારે ભલે કડછા શબ્દા અપાર

મારે ભલે શબ્દ અર્થોના દુકાળ

ભાષા મારી ગુજરાતી.

આવું છે ગુજરાત – ભવ્ય રાવલ
આવું છે ગુજરાત

ગુજરાત માં દરેક સવાર એક તહેવાર છે ,

ઉત્સવો મનાવવા માત્ર નિમિતની જરુર છે,

નર્મદાના નીર અને ભોજન માં ખીર ઘેર ઘેર છે.

પ્રેમ કેરો સાદ અને પ્રભુજીનો પ્રસાદ છે,

આવું છે મારું જન્મક્ષેત્ર ગુજરાત. . .

ગુજરાતમાં ભાવનાની ભરતી અને અકરામણની ઓટ છે,

બુધ્ધીમાન કરતા બદમાશની ખોટ છે.

ફક્ત સામાન્ય માનવીના મન જ નહી,

પરંતુ બસ સ્ટેન્ડથી લઈ બગીચા સુધીના સ્થાન ચોખ્ખા છે.

બધા એક ડાળનાં પંખી છે.

આવું છે મારું કર્મક્ષેત્ર ગુજરાત. . .

ગુજરાતમાં હરદીન દશહરા અને હર રાત દિવાળી છે,

અંહિ સ્વતંત્રતા પણ છે અને સલામતી પણ છે.

ગુટખા અને ગાંઠિયા ખાતા લોકો ધંધો મુકી રસ્તો બતાવવા આવે તેવા છે.

આવું છે મારું મિત્રક્ષેત્ર ગુજરાત. . .

નીલગગનમાં ઉજાસ અને સહિયર સમી સરકારનો સાથ છે

એટલા માટે જ કેડ્બરીથી લઈ  કોમ્પ્યુટર

અને ડિવીડિ પ્લેયરથી લઈ ડોક્ટર સુધી ગુજરાત નં. એક બનવા પાછળ છ  કરોડ ગુજરાતીઓનો હાથ છે.

આવું છે મારું માતૄક્ષેત્ર ગુજરાત. . .

જય જય ગરવી ગુજરાત

રસ્તો નથી જડતો -પરમાર રૂપેશ- (કવિ જલરૂપ-મોરબી)
આંખના આંસુથી ભરાય છે દરિયો;

આ ખારા પાણીમાં રસ્તો નથી જડતો.

લાગણીના સંબંધોથી સોહાય છે દરિયો;

લાગણીની વાણીમાં રસ્તો નથી જડતો.

પ્રેમના પ્યાલામાં પૂજાય છે દરિયો;

આ બંધ સુરાઈમાં રસ્તો નથી જડતો;

નફરતની નજરોથી ધોવાય છે દરિયો;

જલરૂપ આ બુરાઈમાં રસ્તો નથી જડતો.

બે કવિતાઓ – જોષી હિતેશ એમ. ‘આગાઝ’ -
રક્ત

“ રક્તધારાઓ વહિ ખુલ્લા ઝખ્મથી જ્યારે,

કૈક અભિલાષાઓ હ્રદયની ટપકતી ત્યારે ;

શોણલુ એક ત્રણ રંગ મહિ વિંટળાયુ,

મુજ દેશ થશે આબાદ નવ જ્ન્મથી જ્યારે.

હિંદ નાર બાહુપાશથી મુક્ત થશે હવે,

ગીધડા ચૂંથી ચૂંથી દેહ ઉડશે હવે !

આ વેદનાથી કણસતી રાત આથમવાની,

સોનેરી કિરણો આ ભોમ ઉજાળશે હવે.

મહામૂલી આ મિરાતને બચ્ચાઓ સાચવવાના,

યુવાનો હવે દેશતણા હર ખૂણાઓ ઉજાળવાના ;

રે ! ભ્રમિત ક્લ્પનાઓમાં મરનારા નરવીરો,

આ ઘરને તો ખુદ એના જ દિવાઓ સળગાવવાના.

ભૂલાયેલી ભૂતાવળની જેમ ભટકજો તમે,

શહિદિ દિને બસ હવે તો યાદ આવશો તમે !

માટીપગા માનવીઓ ખાતર મરી ફિટ્યા કેમ ?

સાચી એક સ્મરણાંજલી પણ ના પામશો તમે.

જાઓ! જાઓ રે! તમને અહિં કોઇ ના કરે યાદ,

ક્યા કેમ ને કેટલો લૂંટાય દેશ એ જ સૌ કરે વાદ !

ઘર ભર્યા,તિજોરી છલકાવી હરામીયત ચારે કોર,

જનેતા વેચી દામ કમાય એવી અહિં ફરે જાત.

હર એક માનવી ભજવે અહિં લૂંટારાનો વેશ !

ભાઇ-ભાઇના ગળા કાપતો પિંઢારાનો દેશ !

કોણ ચડ્યા માંચડેને કેટલાના ગ્યા’તા પ્રાણ

સમય અહિં ના કોઇને અફસોસ કરવાનો લેશ !

ઓ શુરવીરો ! અમૂલ્ય પ્રાણ અહિં પાથરજો નહિ,

બલિદાનો સૌ એળે ગયા ના ફરી જન્મજો અહિં !

લાશ વેચીને વેપાર કરતા દેશબાંધવો આપણાં,

કિંમત કરે જ્યા લોહિની શહિદિ વ્હોરજો તહિં. “

02

બદલો

” ના મંદિર કે ના મસ્જીદમાં,

ના દેવળ કે ગુરુદ્વારામાં મળ્યો.

કૃપા પામવાને આતુર મુજ મન પણ,

સાંભળ્યુ એમ એ ના રસ્તામાં પડ્યો !

દાનપુણ્યને અપાર ફાળા દિધા,

નાણા આપવામાં કઈ ના રાખેલ બાકિ,

નોંધો તપાસી હિસાબ ચોપડાની તો

સરવૈયામા રકમ જમા બતાવેલ આખી.

કૈક શાળાઓ ને દવાખાનાઓમાં,

લટકે છે મોટી તકતી મારા નામની;

દાન કરવા બેસુ જયારે યાચકોને,

પ્રશંસા સ્તુતિઓ રચાતી મારા કામની.

એ તોય મારી સામે ન જુવે,

શોધુ કેટલો તો ય ક્યાય ના મળે.

પૈસાના ધોધ વહાવી જેટલી ફેલાવી કિર્તી,

ઉલ્ટાનો એટલો જ વધારે મને કા છળે ?

છે સર્વસ્વ મારી પાસે આમ તો,

રહી એક શે’ર માટીની ખોટ.

દઈ દિધુ બધુ જ જે મેં માંગ્યુ,

બસ, એક ફક્ત ના રૂઝાણી ચોટ.

માઁ-બાપને જરાય પડે ના રંજ એથી,

બનાવ્યુ આલીશાન ઘરડા મે ઘર,

પિતૃત્વના આશિર્વાદથી છતા યે

ઇશ્વર  કેમ રાખ્યો મુજને જ તે પર ?? “

-      જોષી હિતેશ એમ. ‘આગાઝ‘ -